(પ્રતિનિધિ) વડોદરા તા. 01
છાણી પોલીસ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે છાણી ગામના દશામાંના મંદિર સામે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ નું વેચાણ કરતા એક ઇસમને અલગ અલગ બ્રાન્ડના દારુના 30નંગ પ્લાસ્ટિકના ક્વાટરિયા જેની આશરે કિંમત રૂ 4,500ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે છાણી ગામના માળી મહોલ્લામાં દશામાં ના મંદિર સામે રહેતો એક ઇસમ ભારતીય બનાવટના અંગ્રેજી શરાબનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતીના આધારે ત્યાં બપોરે બે વાગ્યાની આસપાસ તપાસ કરતા અનિલભાઇ રમેશભાઇ માળી મળી આવ્યો હતો તેની પૂછપરછ તપાસ કરતા તેના ઘરના બાથરૂમમાંથી કાળા રંગની બેગ મળી હતી જેમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની અલગ અલગ બ્રાન્ડના પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ 30 જેની આશરે કિંમત રૂ 4,500મળી આવતા છાણી પોલીસે અનીલ માળીની પ્રોહી એકટ હેઠળ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
