Vadodara

છાણી બ્રિજ પાસે નશામાં ધૂત પીએસઆઇએ સર્જ્યો અકસ્માત, વિદેશી દારૂની બોટલ મળી

નશાની હાલતમાં ગાડી હંકારી પીએસઆઇએ ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી, કારમાંથી વિદેશી દારૂની બોટલ મળતા દારૂબંધી કાયદાના ધજાગરા, પોલીસ તપાસ હેઠળ

વડોદરાના છાણી બ્રિજ નજીક આજે એક ગંભીર ઘટના બની છે, જેમાં પીએસઆઇ વાય.એમ. પઢીયારે નશાની હાલતમાં પોતાની કારથી અકસ્માત સર્જ્યો. પીએસઆઇએ ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન પીએસઆઈની કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે, જે દારૂબંધીના કાયદાની ઉલ્લંઘના છે.

પ્રથમ દૃશ્યે જ સ્પષ્ટ થયું કે પીએસઆઇ નશામાં એટલા ધૂત હતા કે તેમને પોતાની હરકતોની ખબર નહોતી. પોલીસને ઘટનાસ્થળે બોલાવી પીએસઆઇને છાણી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પોલીસ જ જ્યારે દારૂબંધીના કાયદાની અવગણના કરે અને નશામાં અકસ્માત સર્જે, ત્યારે કાયદાના રખેવાળાઓ પર સવાલો ઊઠવા સ્વાભાવિક છે.

આ ઘટના વડોદરામાં દારૂ પીને વાહન ચલાવવાના વધતા કેસોની ચિંતાજનક કડી છે, જ્યાં અગાઉ પણ નશામાં અકસ્માત સર્જાતા લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.

Most Popular

To Top