પુરપાટ દોડતી ગાડીઓમાંથી જીપ્સમ ઢોળાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર
છેલ્લા 40 વર્ષથી અહીંયા રોડ નથી બન્યો,રજુઆતની અવગણના



( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરા શહેર નજીક બાજુ છાણી તરફના રોડનો મામલો વિકટ બન્યો છે. રોડ કોર્પોરેશનની હદમાં પાસ થયો. 24 મીટર નો માર્ગ મંજૂર થયો તેમ છતાં બનાવવામાં આવતો નથી. કંપનીમાંથી નીકળતી ગાડીઓમાંથી સલ્ફર અને જીપ્સમ રોડ ઉપર ઢોળાઈ રહ્યું છે. જેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા થવા લાગ્યા છે નાગરિકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાની યોગ્ય નિરાકરણ કરવા માં નહીં આવતા ગામના લોકોએ એકત્ર થઈને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
વડોદરા શહેરના બાજવા છાણી રોડને સરકારના નીતિ નિયમ મુજબ પાસ કરવામાં આવ્યો, જોકે નજીકમાંજ જીએસએફસી મોટો ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે. અહીં રોજ ડમ્પરો, જીપ્સમની ગાડીઓ લઈને નીકળે છે અને આ જીપ્સમની ગાડીઓ ઓવર લોડેડ હોય છે. ગાડીઓમાંથી જીપ્સમ નીચે પડે છે. જેના કારણે પ્રદૂષણ થવા સાથે લોકોના આરોગ્ય ઉપર પણ અસર થઈ રહી છે. મનીષભાઈ પિલ્લેએ જણાવ્યું હતું કે, બાજવા છાણીનો રોડ જેને બનાવવા બાબતે પ્રથમ વખત ટેન્ડર પાસ થયું તો 6 મીટરનો બનાવશે, પછી અમે જ્યારે કલેક્ટરને રજૂઆત કરી કે અમારે 6 મીટર નહીં 24 મીટર નો રોડ જોઈએ છે. કેમ કે સાંજના સમયે ડમ્પરો પૂરપાટ દોડે છે. અહીંયા ત્રણ પ્રાથમિક શાળાઓ અને બે હાઇસ્કુલ આવેલી છે. આ લોકો સવારે સવારે જે ડમ્પરો રેસ કરીને નીકળે છે. કાલે ઉઠીને દુર્ઘટના થાયતો તેનો જવાબદાર કોણ ? ઉપરાંત આ પ્રદૂષણ જે થઈ રહ્યું છે. જીપ્સમની જે ગાડીઓ નીકળે છે, એ બેફામ નીકળે છે અને જીપ્સમ આખા રોડ ઉપર ઠલવાતું ઠલવાતું જાય છે. જેનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે, આંખોમાં બળતરા થાય છે, નાના છોકરાઓનું આરોગ્ય છે તે પણ ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. અહીંયા લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બબ્બે સવારી જે ગાડીઓ જાય છે. એમને પણ બાજુમાંથી દબાવી દે છે. ડમ્પર વાળા દબાવી દે છે અને આના કારણે આગળ જતા બેફામ થઈ જાય છે અમે પૂછીએ છે તમે કેમ આવી ગાડીઓ ચલાવો છો,તો તે લોકો સીધો જવાબ આપી દેય છે કે, તમારે શું લેવા દેવા, અમારે તો પ્રશ્ન છે કે છેલ્લા 40 વર્ષથી અહીંયા રોડ નથી બન્યો, તો આગળ શું થઈ રહ્યું છે. બધી જગ્યાએ રોડ રસ્તા બને છે તો અમારા ગામમાં કેમ નથી બનતો ? આગળ જતા સીટીનો વિસ્તાર, સાંસદને પણ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પરંતુ, આજ દિન સુધી કોઈ જોવા જ નથી આવ્યા, પોતાની ઊંઘ જ ઉડાવતા નથી. જેથી કરીને આજે બધા જ લોકો જાગૃત થઈ ગયા છે અને રસ્તો રોકીને સરકારને પણ બતાવવા માંગીએ છે કે જ્યાં સુધી આ રોડ બનાવો નહીં આ રીતે અમે રસ્તો રોકી દઈશું અને જો આગળ પણ નિકાલ નહીં આવે તો આ રોડ પર અમે બાંબુઓ મારીને સદંતર બંધ કરી દઈશું.
તંત્ર લોલીપોપ આપવાનું બંધ કરી દેય નહિતો કાયમી માટે રોડ બંધ કરી દઈશું : રાજુભાઈ માસ્ટર
બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ એનું પરિણામ શૂન્ય છે. સાંસદ, ધારાસભ્ય અને નેતાઓ ખાલી વચનો જ આપે છે કે થઈ જશે, રોડ પાસ થઈ ગયો પણ ક્યારે ? માણસ મરી જશે. અકસ્માત થશે ? ત્યારે આ લોકો રોડ બનાવશે. કરવાના હોય તો વહેલી તકે કરી નાખે છ મીટરનો જે ડામર નો રોડ પાસ થયેલો છે એને બની જવા દો શા માટે એમાં રોડા નાખે છે. આરસીસીનો રોડ બનાવવા માંગો છો, એ બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો. તાત્કાલિક ડામર કરીને ગમે તેવો રસ્તો અવરજવર માટે નથી જોઈતો. કારણ કે, આ છાણી બાજવા રોડ એ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે. આ રોડ ઉપરથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કામદારો જતા હોય છે. અને વારંવાર અકસ્માત થાય છે. જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલીતકે આનું નિરાકરણ લાવે નહીં તો બિલકુલ રોડ બંધ કરી દેવાશે :