
મોરબી જિલ્લાના બી ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી માટે ત્રણને સોંપવા તજવીજ
ચોરો પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તથા કાર મળી રૂ. 3.51 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.17
છાણી વિસ્તારમાં આવેલી કેનાલ પાસે ચોર ત્રુપટી ચોરીનો મુદ્દામાલની ભાગ બટાઇ કરી રહી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી અને ત્રણને ઝડપી પાડ્યાં હતા. ચોરો પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને કાર મળી રૂ. 3.51 લાખનો મુદ્દામાલ રિકવર કરીને મોરબી જિલ્લાના બી ડિવિઝન પોલીસને સોંપવાની કાર્યવાહી કરાઇ છે.
વડોદરા શહેર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ 16 ઓગષ્ટના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સયાજીગંજના શંકારનગર ઝુપડપટ્ટી ખાતે રહેતો પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામસિંગ સિકલીગર તેના સાગરીતો સાથે કોઇ જગ્યા પર ચોરી કરે છે. ચોરીનો મુદ્દામાલ ભાગ પાડવા માટે કારમાં છાણી કેનાલ રોડ પર આવેલી અવાવરૂ જગ્યા પર ઉભા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાણી કેનાલ ખાતે તપાસક રી હતી ત્યારે કારમાં ત્રણ શખ્સો હતા. તેમને ઝડપી પાડ્યાં બાદ અંગજડતી કરતા તેમની પાસેથી રોકડા રૂ. 1.02 લાખ, બે વિટી, ચાંદીની પાયલ, મોબાઇલ મળીઆવ્યાં હતા. જેથી તેમની પાસેથી પુરાવા માગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામ સિંગ સિકલીગર (રહે. સયાજીગંજ, શંકરનગર ઝુપડપટ્ટી), કુલદીપસિંગ ઉર્ફે સન્ની ભગતસિંગ બાવરી (રહે. નિઝામપુરા, પેન્શનપુરા આંબેડકરનગર વડોદરા) તથા અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરી (રહે. જલારામ નગર ઝુપડપટ્ટી ડભોઇ રોડ વડોદરા)ની ધરપકડ પાસેથી સોનાના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઇલ અને કાર મળી રૂ. 3.51 લાખનો મુદ્દામાલ રિવકર કરીને મોરબી જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપરત કરવાની કાર્યવાહી કરાઇ છે.