*વાઘોડિયા વિસ્તારમાં વન્યજીવ વોલેન્ટિઅર્સ દ્વારા બાઇકમાંથી સાપનું રેસક્યુ કરાયું*
*ચોમાસાની શરૂઆત થતાં જ જળચર સરિસૃપ જીવો જમીનમાંથી બહાર આવવાના શરૂ થયાં*
*ચોમાસામાં કાર,બાઇક કે પછી શૂઝ જેવી જગ્યાઓએ ઝેરી તથા બિનઝેરી સાપ ભરાઇ જાય છે ત્યારે તકેદારી રાખવી ખૂબ જરૂરી બને છે*
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ભારે ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે પ્રથમ વરસાદ બાદ જમીનમાં રહેતાં સરિસૃપ જીવો જમીનમાંથી બહાર આવી ચઢે છે જેમાં ઝેરી તથા બિનઝેરી સર્પ, કોબ્રા, વિંછી, સાથે જ જળચર જીવ મગર બહાર આવી જાય છે. ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં તો ક્યારેક કાર, બાઇક કે મોપેડમા પણ આવા સરિસૃપ જીવો આવી ચઢતાં હોય છે. આવા જ એક બનાવમાં હાલ હજી ચોમાસાની શરૂઆત થઇ છે ત્યારે
વાઘોડિયા વિસ્તારમાંથી એક બાઈકમાં આગળના સ્ટેયરિંગ નીચે મુખ્ય હેડલાઇટ ની અંદર એક ઝેરી સર્પ આવી ચઢ્યો હતો જો કે બાઇક ચાલકને ધ્યાનમાં આવતા તેણે વન્યજીવ વિભાગના વોલિએન્ટર્સ ટીમને જાણ કરી હતી .વન્યજીવ વોલેન્ટર યશ તડવી અને સ્નેહલ પટેલ કોલ મળ્યો હતો કે બાઈક ની અંદર સાપ ઘૂસી ગયો છે જેથી સ્થળ પર જઇ સહી સલામત સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ ગાડીઓમાં સાપ ભરાઈ જવાની ઘટનામાં પણ વધારો થવા લાગ્યો છે. વન વિભાગ દ્વારા લોકોને ગાડીઓ પર બેસતાં પહેલા કે ઘર બહાર રાખેલા બુટ ચંપલ પહેરતા પહેલા પણ એક વાર તપાસણી કર્યા બાદ સાવચેતી રાખી કામ લેવા અપીલ કરવામાં આવી હતી.
ચોમાસામાં સાવધાન, બાઇકમાં સાપ ઘૂસ્યો
By
Posted on