Vadodara

ચોખંડીમાં કરીયાણાની દુકાનની લીફ્ટમાં દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત

વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ સામેની એક ઇમારતમાં એક દર્દનાક ઘટના બની છે. કરીયાણાની દુકાનમાં લિફ્ટ માં એક યુવક ફસાઈ જતા તેનું કરુણ મોત થયું છે. ઘટના અંગે જાણ કરાતા ગાજરાવાડી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો . જે અંગે જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top