પ્રતિનિધિ વડોદરા તા. 20
છેલ્લા બે મહિનાથી વડોદરા મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરી અને રોડ શાખાની કામગીરીનો સમાવેશ થાય છે. શહેરમાં વરસેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે અને સાથે સાથે રસ્તા ઉપર પડતા ભૂવાઓ પણ પાલિકાની પોલ ખોલતા નજરે પડી રહ્યા છે. ક્યાંકને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની દરેક કામગીરીમાં પોલમપોલ જોવા મળી રહી છે. અત્યારે હવે વારો ડ્રેનેજ શાખાની કામગીરીનો આવ્યો છે.
શહેરના ચોખંડી વિસ્તારના શાંતિ ચેમ્બર્સમાં ગટરના પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રેસીડેન્સીયલની સાથે આ કોમ્પ્લેક્સ માં કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે. જે કારણે આ કોમ્પ્લેક્સ માં અવરજવર કરતા દરેક વ્યક્તિને સાથે સાથે કોમ્પ્લેક્સ માં રહેતા રહીશોને અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોમ્પ્લેક્સ માં ભરાયેલા ગટરના પાણીને લીધે આખા કોમ્પ્લેક્સમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પ્રકારની ગંદકીને લીધે કોમ્પ્લેક્સમાં રહેતા રહીશો જો બીમાર પડે તો નવાઈ નહીં. ડ્રેનેજ ભરાવાની સમસ્યા ત્યારે જ આવતી હોય છે જ્યારે ગટરનું પાણી આગળ ન જતું હોય. અને જો વડોદરા મહાનગરપાલિકાની શાખા દ્વારા મુખ્ય ડ્રેનેજ ની લાઇન વ્યવસ્થિત રીતે સાફ-સફાઈ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યાઓ ઉભી ન થાય.
ચોખંડીના શાંતિ ચેમ્બરમાં ભરાયા ગટરના પાણી, પાલિકાની ડ્રેનેજ શાખાની કામગીરી પર ઉભા થયા સવાલો
By
Posted on