આગામી ચેટીચંદ પર્વે શહેરની ઐતિહાસિક ઇમારતોને રોશનીથી શણગારવાની સિંધી સમુદાય દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરાઇ છે.
સમગ્ર વિશ્વમાં સિંધી સમાજના લોકો દ્વારા પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબના અવતરણ દિવસ સાથે જ સિંધી સમાજના નવવર્ષ ચેટીચંદ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે આગામી તા. 30-03-2025ના રોજ વડોદરા શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ધી બરોડા સિંધી સેન્ટ્રલ પંચાયતના અધ્યક્ષ પ્રદિપ લેખરાજાની (ટોની) તથા સમાજના આગેવાનો દ્વારા શહેરના ઐતિહાસિક ઇમારતો જેવી કે, ન્યાયમંદિર, ચાંપાનેર દરવાજા, માંડવી,એમ.એસ.યુનિવર્સિટી, ચોખંડી દરવાજા, પાણીગેટ દરવાજા,, નજરબાગ પેલેસ,લાલકોર્ટ, કલેકટર કચેરી સહિત ઇમારતોને રોશનીથી શણગારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
