Vadodara

ચૂંટણી પંચના સચિવ શ્રી અશ્વિની કુમારે મતદાર નોંધણી અધિકારીઓ સાથે યોજી બેઠક

ભારતના ચૂંટણી પંચના સચિવ શ્રી અશ્વિની કુમાર મોહલેએ વડોદરાની મુલાકાત લઈ મતદાર યાદી સઘન સુધારણા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મતદાર નોંધણી અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં ચાલતી મતદાર નોંધણી, સુધારા, પ્રક્રિયાઓ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. મતદાર યાદીની શુદ્ધતા, ચોકસાઈ અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે લીધેલા પગલાં અંગે અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

શ્રી મોહલે દ્વારા મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ, સમયબદ્ધ કામગીરી તથા નાગરિકોની વધુથી વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ, બાકી રહેલા કેસોની ત્વરિત કાર્યવાહી કરી અભિયાન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

બેઠકના અંતે આગામી તબક્કાની કામગીરી વધુ સક્રિય અને પરિણામલક્ષી બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી સંબંધિત કામગીરીમાં સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા સાથે મતદાર યાદી સઘન સુધારણા અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.

Most Popular

To Top