Gujarat

ચૂંટણીના કારણે GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર: 26 એપ્રિલની પરીક્ષા હવે 3 મેેના રોજ યોજાશે

લગભગ 10 પરીક્ષાઓના શેડ્યુલ પર પડશે અસર

(પ્રતિનિધિ) વડોદરા, તા. 2
રાજ્યમાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા યોજાનારી પ્રાથમિક કસોટી પરીક્ષાઓના શેડ્યુલમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી GPSCની મહત્વપૂર્ણ પરીક્ષા હવે 3 મે, 2026ના રોજ લેવામાં આવશે.
GPSC દ્વારા જાહેર કરાયેલા સુધારેલા કાર્યક્રમ મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરીક્ષા કેન્દ્રો તથા વહીવટી વ્યવસ્થાઓ પર અસર ન પડે તે માટે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે કુલ અંદાજે 10 જેટલી વિવિધ પ્રાથમિક કસોટી પરીક્ષાઓના શેડ્યુલમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર અપડેટ ચકાસવાની સૂચના
કમિશને ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ GPSCની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જઈને નવું અપડેટેડ શેડ્યુલ તપાસી લે અને તૈયારી તે મુજબ ગોઠવે. કમિશનના જણાવ્યા મુજબ, ઉમેદવારોની તૈયારીને અસર ન થાય તે માટે પૂરતો વધારાનો સમય આપવામાં આવ્યો છે.

Most Popular

To Top