લીમખેડા: ચીલાગોટામાં આગથી 31 મકાન બળી જવાથી તમામ સરકારી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ તથા રેશનકાર્ડ પણ આગ માં બળી ગયા હતા. આ બાબતે ચિલાગોટા ગામના સરપંચ બચુભાઇ તડવીની રજૂઆતના પગલે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે તમામ અસરગ્રસ્તોને ચિલાગોટા ગામમાં જ નવાં આધાર કાર્ડ તથા રેશનકાર્ડ કાઢી આપવાની સુચના આપતા વહીવટી તંત્રે ત્વરિત કાર્યવાહી કરી 35 પરિવારોને એક દિવસમાં રેશનકાર્ડ-આધારકાર્ડ કાઢી લીમખેડા મામલતદાર અનિલ વસાવાએ રૂબરૂ આપી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું
લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામમાં વાવાઝોડા બાદ મેળા ફળિયામાં લાગેલી આગે 31 મકાનોને ભસ્મીભૂત કર્યા હતા. આ દુર્ઘટનામાં 35 પરિવારોના રેશનકાર્ડ અને આધારકાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો બળીને રાખ થયા હતા.
આ બાબતે જીલ્લા કલેકટર યોગેશ નિર્ગુડેની સુચના અને પ્રાંત અધિકારી વાય કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ
લીમખેડા તાલુકાના મામલતદાર અનિલ વસાવાએ તાત્કાલિક પગલાં લીધી હતા તેમણે અસરગ્રસ્ત 35 પરિવારોના રેશનકાર્ડ અને આધારકાર્ડ એક જ દિવસમાં તૈયાર કરાવી ને મામલતદાર પોતે ચિલાગોટા ગામે જઈને આ દસ્તાવેજો પરિવારોને સોંપ્યા હતા.
મામલતદારે પીડિત પરિવારોને વહીવટી તંત્ર તરફથી શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું હતુ. આ ઘટનામાં વહીવટી તંત્રની ઝડપી પ્રતિક્રિયા અને સંકલનથી પીડિતોને અને અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલ સમયમાં આશાનું કિરણ મળ્યું હતુ.