લીમખેડા: ચીલાકોટામાં અગ્નિકાંડથી અસરગ્રસ્ત 32 આદિવાસી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા સાંસદ જસવંતસિંહ ભાભોર ની આગેવાનીમાં 8.17 લાખની સહાય અને જીવન જરૂરિયાત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના મેળા ફળિયામાં 5 મે, 2025ના રોજ ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગે 32 આદિવાસી પરિવારોના ઘરો બાળીને ખાખ કર્યા હતા, આ દુર્ઘટનામાં પરિવારોની જીવનભરની કમાણી અને ઘરો બળીને ખાખ થઈ જતા પરિવારોની હાલત કફોડી બની ગઈ હતી.
સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા ભાજપ, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક મદદ શરૂ કરી. સાંસદે ગામની મુલાકાત લઈ પીડિત પરિવારોને અનાજ, મસાલા, વાસણો, ગાદલા અને બ્લેન્કેટ સહિતની જીવન જરૂરિયાત કિટ આપી હતી.”
“રાજ્ય સરકારે 30 દિવસના જીવન નિર્વાહ માટે કુલ 8,17,700 રૂપિયાની કેશડોલ સહાય આપી. દાહોદ નગરપાલિકા, લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ જરૂરી વસ્તુઓ પૂરી પાડી હતી, લીમખેડાના તાપણા ગ્રૃપ દ્વારા ગાદલા, બ્લેન્કેટ અને નાસ્તો આપવામા આવ્યો હતો.”
“આ સહાય કાર્યક્રમમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, કાઉન્સિલર લખન રાજગોર, બીજલ ભરવાડ, તાલુકા ભાજપ પ્રમુખ સામ કટારા, મહામંત્રી અનીલ શાહ, લીમખેડા પ્રાંત અધિકારી વાય. કે. વાઘેલા, મામલતદાર અનીલ વસાવા, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવત અને તલાટી-કમ-મંત્રી તૃપ્તિબેન પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.”
“દાહોદ નગરપાલિકા, જિલ્લા ભાજપ પરિવાર અને લીમખેડાના સ્થાનિક લોકોએ પણ પીડિતોને જરૂરિયાત મુજબની વસ્તુઓ પૂરી પાડી, સામાજિક સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.