દાહોદ: ચિલ્ડ્રન હોમમાં આશરો લેતા બાળક નામે નિલેષ જે વડોદરા રેલ્વે સ્ટેશનથી મળી આવતા આ બાળકને ડોન બોસ્કો સંસ્થામાં મૂકવામાં આવ્યો હતો. ત્યાંના કર્મચારીઓ દ્વારાં બાળકને પુછ પરછ કરતાં બાળકે દાહોદ જિલ્લાનો વતની હોવાનું જણાવતા બાળકને ડોન બોસ્કો દ્વારા ચિલ્ડ્રન હોમ,દાહોદ માં વર્ષ -૨૦૧૬માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો . બાળક તેના માતા –પિતા વિષે કઈ પણ જણાવતો ન હતો. પરંતુ બાળક તેની નાનીનું ઘરનું સરનામું જણાવતો હોવાથી અગાઉ ની બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા એકમનો સ્ટાફ ચિલ્ડ્રન હોમનો સ્ટાફ દ્વારા તેની નાનીના ઘરે લીલવા ઠાકોર તપાસ કરતાં તેની નાની મળી આવેલ હતી. પરંતુ બાળકને રાખવા માટે ચોખ્ખી ના પડતાં બાળક અત્યાર સુધી ચિલ્ડ્રન હોમ,દાહોદમાં જ આશરો લેતો હતો. પરંતુ બાલ કલ્યાણ સમિતી અને ચિલ્ડ્રન હોમ,દાહોદના અધિક્ષક અને સ્ટાફ બાળકની નાનીને વારવાર ફોન કરી પૂછતા રહ્યા હતા પણ કોઈ નક્કર પરિણામ નહીં મળતા.
હાલની સમિતી ના ચેરમેન અને સભ્ય સાથે મળી ને રૂબરૂ મુલાકાત કરી અને નાની ને સમજાવતા અંતે નાનીએ બાળકના પિતા ગામ દાતગઢ તા. ઝાલોદમાં રહે છે તેમ જણાવતા બાળ કલ્યાણ સમિતિ દાહોદ દ્વારા તપાસ કરતાં તેના પિતા મળી આવેલ અને તેમને હકીકત જણાવતા તેઓ ગામના સરપંચ અને પરિવાર સાથે બાળક ને મળવા દાહોદ ચિલ્ડ્રન હોમમાં માં આવ્યા હતા .અને ખરેખર આ નિલેશ એમનો જ દીકરો હોવાની ખાત્રી થતાં બાળક ને પરિવાર માં સોંપવાની કાર્યવાહી કરવામાં આવી .
જેથ ગુરુવારના રોજ બાળકના પિતા નામે બદીયાભાઇ માનસિંગભાઈ ડામોર અને ગામના આગેવાનો તેમજ દાતગઢના સરપંશ્રી સાથે બાળકને લેવા માટે આવેલ હતા. જેમાં બાળ કલ્યાણ સમિતિ દાહોદ નાંપૂર્વ ચેરમેનશ્રી સ્નેહલભાઈ ધરીયા અને હાલની બાળ કલ્યાણ સમિતિ દાહોદના ચેરમેન શ્રીમતી રંજનબેન રાજહંસ સભ્યશ્રી સરદારભાઈ તાવિયાડ, સનુભાઈ માવી , મુકેશભાઈ પટેલ, પાલ્મિતા દેસાઈ તેમજ બાળસુરક્ષા અધિકારીશ્રી શાંતિલાલભાઈ તાવિયાડ ,અબ્દુલભાઈ કુરેશી, અને સંસ્થાના મંત્રીશ્રી ભરતભાઈ પંચાલ તેમજ ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકને તમામની હાજરીમાં બાળકનો કબજો તેના પિતાને સોપવામાં આવ્યો હતો.