કપૂરાઇ પોલીસે અલગ અલગ બ્રાન્ડના અંગ્રેજી દારુના 171નંગ બોક્સ ,નાની મોટી શરાબની 1099બોટલો કબજે કરી તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 04
કપૂરાઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે વડોદરા જિલ્લાના તરસાલી બાયપાસ નજીક આવેલા ચિખોદરા ગામની સીમમાં આવેલ ગોચર જમીનની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ની બાજુના ખુલ્લા મેદાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારુના અલગ અલગ બ્રાન્ડના દારુના 171બોક્ષ નાની મોટી દારુની બોટલો મળીને આશરે કુલ રૂ 11,57,400નો મુદામાલ ઝડપી પાડી સમગ્ર મામલે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કપૂરાઇ પોલીસ સ્ટેશનના અલાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ તથા પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક આવેલા ચિખોદરા ગામની સીમમાં આવેલી ગૌચર જમીનની નજીકના ક્રિકેટ મેદાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં સવા આઠ વાગ્યાની આસપાસ તપાસ કરતાં એમ.જી.વી.સી.એલ.ના વીજપોલ પાસે ભારતીય બનાવટના વિદેશી દારુ ભરેલી પેટીઓ જણાઇ આવી હતી જેથી આસપાસના ઝાડીઓમાં તથા નજીક તપાસ કરવા છતાં કોઇ ઇસમ મળ્યો ન હતો. ખુલ્લી જગ્યામાં પડેલી શીલબંધ 171 પેટીઓની તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કીની બોટલો,વોડકા સહિતના અંગ્રેજી શરાબની 1099નાની મોટી બોટલો જેની અંદાજે કિંમત રૂ 11,57,400નો મુદામાલ કબજે કરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
