Vadodara

ચાલુ વરસાદે સેફટી વિના પોલ દૂર કરવાની કામગીરી કરાતા વાહનચાલકો અટવાયા

L&T સર્કલથી EME સર્કલ સુધી લાંબો ટ્રાફિક જામ :

( પ્રતિનિધી )વડોદરા,તા.27

વડોદરા શહેરમાં ચાલુ વરસાદે એલ એન્ડ ટી સર્કલ પાસે ઝગમગાટ કરવા માટે લગાવેલો પોલ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડ પર આડાશ ઉભા કરી કરવામાં આવતા ઈએમઈ સર્કલ સુધી વાહનોની લાંબી કતાર જામી હતી. જ્યારે,આ કામ કરતા સમયે કોઈ પણ પ્રકારની સલામતી સુરક્ષાનું ધ્યાન નહીં રાખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.

વડોદરા શહેરને રોશનીથી શણગારવા માટે લગાવેલા પોલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે, આ કામગીરી ચાલુ વરસાદમાં અને રોડ પર આડાશ ઉભી કરાતા વાહનોની લાંબી કતાર જામી હતી. એલ એન્ડ ટી સર્કલ પાસે પોલ દૂર કરવાની કામગીરી દરમિયાન રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતાર ઈએમઈ સર્કલ સુધી પહોંચી ગઈ હતી. આ કામગીરી દરમિયાન સેફટીનું ધ્યાન ન રાખવામાં આવ્યું હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. કામગીરી દરમિયાન સલામતીના પગલાં ન લેવામાં આવ્યા હોવાને કારણે અકસ્માતનું જોખમ ઉભું થયું હતું. ત્યારે, અંધારામાં આ કામ કરવું પડે તેવી કઈ મજબૂરી હતી અને કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. શહેરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કામગીરીની ઝડપ વધારવા અને સલામતીના પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે. જેથી અકસ્માતની શક્યતા ઓછી થઈ શકે અને ટ્રાફિક પણ સચોટ રીતે ચાલી શકે.

Most Popular

To Top