અકોટા જીઈબી સ્ફુલ અંગ્રેજી માધ્યમમાં કલાસ ટીચરની બેદરકારી
શિસ્તમા છોકરાઓ ન રહે એ યોગ્ય નથી, આંખ જેવી સેન્સેટિવ વસ્તુની અંદર વાગે એ ગંભીર બાબત : આચાર્ય

( પ્રતિનિધિ )વડોદરા,તા.2
વડોદરા શહેરની વિદ્યુત બોર્ડ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમ ધો.9માં ક્લાસરૂમમાં પહેલી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીઓ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીઓને પેન ફેંકતા વચ્ચે બેઠેલા બીજા વિદ્યાર્થીની આંખમાં વાગતા તેને ઈજા પહોંચી હતી સમગ્ર મામલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ સ્કૂલ મેનેજમેન્ટ સામે નારાજગી દર્શાવી હતી.


વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી વિદ્યુત બોર્ડ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા હર્ષ રાઠોડને બે વિદ્યાર્થીઓ વચ્ચેની મસ્તીમાં તેની આંખમાં જમણી બાજુ પર પેન વાગતા ઈજા પહોંચી હતી. હાલ તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર બનાવે સ્કૂલના આચાર્ય ભાગ્યેશ ઠક્કરે જણાવ્યું હતું કે, વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમમાં નવમા ધોરણમાં છોકરાઓ ભણે છે અને કાલે છૂટવાના ટાઈમે 12:10 વાગ્યાના સમયગાળા દરમિયાન ક્લાસરૂમમાં મેડમ નોટબુક ચેક કરી રહ્યા હતા. એ સમયે આ પહેલી બેન્ચીસ પર બેઠેલા છોકરાએ છેલ્લી બેંચ પર બેઠેલા છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગયું, એટલે તરત જ અમે પેરેન્ટ્સને ફોન કર્યો અને પેરેન્ટ્સ આવ્યા અને વિદ્યાર્થીને દવાખાને દાખલ કર્યો. ક્લાસ ટીચર હાજર જ હતા. નોટબુક ચેક કરી રહ્યા હતા. ક્લાસમાં શાંત બેઠેલા હતા છોકરાઓ છતાં પણ આ બે છોકરાઓ તોફાન કરતા હતા અને આ પહેલાં છોકરાએ છેલ્લે બેંચ વાળાને પેન આપી એમાં વચ્ચે એને વાગી ગયું. આવા પ્રસંગો શાળામાં બને એ યોગ્ય ન કહેવાય. શિસ્ત મા છોકરાઓ ન રહે એ યોગ્ય નથી. રેગ્યુલર અમે પણ રીસેસ દરમિયાન અમારા બે ટીચર લોબીમાં ફરતા હોય છે અને બે ટીચરો ગ્રાઉન્ડ પર રાખીએ છે. એટલે બધાને ડ્યુટી આપેલી છે, તેમ છતાં પણ ઘણીવાર છોકરાઓ ન માનતા ઘણીવાર કહેવા છતાં પણ આવું કરતા હોય છે એ દુઃખદ વાત છે. ઘણીવાર આવું હોય તો અમે છોકરાઓને સાત દિવસ માટે રેસ્ટિકેટ કરી બહુ મોટો ગુનો કર્યો હોય, શાળામાંથી બીજી શાળામાં પણ મોકલી દઈએ. એમ કરીએ છે, પણ હવે પનીસમેન્ટ યોગ્ય રસ્તો નથી. સમજાવી મનાવીને કામ કરી કે આવા પ્રસંગ બીજી વખત ન બને આજે પણ સવારે દરેક ક્લાસની અંદર દરેક ક્લાસ ટીચર પહેલા પિરિયડની અંદર બધા વિદ્યાર્થીઓને નાની નાની બાબતોથી વાકેફ કર્યા છે. અને જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં તેને દાખલ કરેલો છે. કાલે એનું ઓપરેશન થશે. આંખ જેવી સેન્સેટિવ વસ્તુની અંદર વાગે એ ગંભીર વસ્તુ જ કહેવાય.
ક્લાસ ટીચર નીચે મોઢું નાખીને બેસી રહ્યા :
મારા છોકરાનું નામ હર્ષ રાઠોડ છે એ જીઈબી સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. 12:10 કલાકે સ્કૂલ છૂટવાના ટાઈમે જે મેડમ હતા. એના ક્લાસ ટીચર હોવા છતાં છોકરાઓ મસ્તી કરી રહ્યા હતા. એમણે એટલું જ કહેવું હતું કે, મસ્તી શું કરવા કરો છો, પણ મેળા કઈ કીધું નથી. સીસીટીવી પણ ચાલુ જ છે. તો ઓફિસમાં પણ બેઠા બેઠા શું જુવે છે. છોકરાઓ જોડે કોઈ ઝઘડો થયો નથી. અંદરો અંદર મસ્તી જ કરી રહ્યા હતા. એમની કહેવાની ફરજ છે ટીચરની કે, આ શું કામ કરો છો. કોઈકને વાગી જશે તેમ છતાં બેદરકારી લીધી, મારા છોકરાનો તો કંઈ વાંક જ નથી. પહેલી અને છેલ્લી બેન્ચીસ વાળાનો વાંક છે. ક્લાસ ટીચર નીચે મોઢું નાખીને બેસી રહ્યા હતા. મારા છોકરાને કાગળના ડૂચા માર્યા, બોલપેન મારી, જમણી આંખ પર પેન વાગી ગઈ છે. સ્થિતિ હાલમાં સારી છે બોલે છે બધું જ છે. સરકારને એટલું જ કહેવું છે કે, આખા ગુજરાતમાં આવા બનાવ ન બને, આ તો હું છું જીઇબી ની અંદર મારી સ્કૂલ જીઈબી છે, પણ આવા બનાવો બીજી સ્કુલોમાં ના બનવું જોઈએ અને સરકાર દ્વારા પણ સ્કૂલોમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો આજે છોકરાની આંખમાં વાગ્યું છે આંખ ગઈ છે, ગળામાં વાગ્યું હોત તો જીવ પણ જતો રહે તો અમે શું કરતા : શૈલેશ રાઠોડ,પિતા
