Vadodara

ચાર વર્ષ પહેલા જ બનેલી નવી દિવાળીપુરા કોર્ટની છત તૂટી પડી…


શું વડોદરાને કોઈની નજર લાગી છે? કેમ વડોદરામાં રોજબરોજ ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે? આ સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કારણ કે આજરોજ વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાં છત તૂટવાની ગંભીર ઘટના સામે આવી છે. ચાર દિવસ અગાઉ જ વાઘોડિયા રોડની શ્રી નારાયણ વિદ્યાલય માં દિવાલ તૂટવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ ગતરોજ વડોદરા કોર્પોરેશન ની બિલ્ડીંગના પોપડા ઉખડી ગયા હોવાની ઘટના સામે આવી હતી અને હવે ફક્ત ચાર વર્ષ પહેલા જ નવી બનેલી દિવાળીપુરા કોર્ટની છત તૂટવાની ગંભીર ઘટના સામે આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના તકલાદી કામ એક પછી એક સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે.

Most Popular

To Top