Vadodara

ચાર દાયકા પૂર્વે પેટ્રોલ પંપ ઉપર અડધી રાત્રે ધાડ પાડવાના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે 44 વર્ષે ઝડપી પાડ્યો

પાંચ માસ સુધી સતત વરણામા સર્વેલન્સ સ્કોડે દિવસ રાત વોચ રાખીને મહારાષ્ટ્રના ગામડાંમાંથી આરોપીને દબોચી લીધો

વડોદરા: 16 લૂંટારુએ 1981મા વરણામા પંથકમાં લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપ્યો હતો. આ ગુનામા પોલીસે 44 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો.

16 આરોપીઓએ ભેગા મળી તા.૨૬/૦૪/૧૯૮૧ના રોજ માત્ર 15 મિનિટમાં ધાડ પાડી હતી. નેશનલ હાઇવે નંબર ૦૮ ઉપર આવેલા આલમગીર ગામ નજીક ગુજરાત ઓટો સર્વીસ સેન્ટરની કેબીન તથા તેની બાજુમાં આવેલી પાંડે હોટલને નિશાન બનાવી હતી. દેકારા પડકારા કરીને પથ્થર મારો કરતી ટોળકીએ પેટ્રોલપંપના તથા હોટલના કેબીનમાં ધસી ગયા હતા અને પેટ્રોલપંપના વકરાની રોકડ કેબીનમાં ડ્રોવરમા હતી. જે તોડીને રૂ. ૧૨,૧૫૨ રૂપીયાની લૂંટ ચલાવ્યા બાદ બાજુમા પાંડે હોટલના કેબીનમાંથી પણ રોકડા રૂ.૮૦૦ મળીને કુલ રૂ. ૧૨,૯૫૨ની લૂંટ કરી હતી. લુટારુઓએ કેબિનના કાચ તોડીને કર્મચારી મારકંડે રઘુનાથ પાંડેને આડેધડ દંડા ફટકાર્યા હતા. ઇજા કરીને નાસી છૂટેલા લૂંટારૂઓમાંથી ૯ આરોપી સકંજામાં આવી ગયા હતા. ત્યારબાદ અન્ય આરોપીને 40 વર્ષ પૂર્વે અટક કરી તેના વિરુધ્ધ પુરવણી ચાર્જશીટ કરવામા આવી હતી. ફરાર ૦૬ આરોપીઓ વિરુધ્ધ સી.આર.પી.સી.ની કલમ ૮૨ મુજબ કોર્ટ તરફથી ફરારી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.
પોલીસ તપાસ દરમ્યાન ૦૩ આરોપી મૃત્યુ પામ્યા હતા અને ૨ આરોપીઓને તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ ઝડપી પાડ્યા હતા પોલીસ ધરપકડ થી બચવા નાસતો ફરતો ૧ આરોપી પકડવાનો બાકી હતો. જે છેલ્લા ૪૪ વર્ષથી પોલીસ ને ચકમો આપતો હતો. અત્યંત ચાલાક આરોપી ગામમાં હાજર રહેતો ન હોય અને પોતાનુ રહેવાનુ સ્થળ હંમેશા બદલતો હતો. જેથી આરોપીને પકડવા માટે સતત પ્રયાસ ચાલુ હતા. તે દરમ્યાન આરોપી મહારાષ્ટ્ર ખાતેના નંદુરબાર જિલ્લાના પીપલોદ ગામે હાજર હોવાની માહિતી મળી હતી. વરણામા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ મહારાષ્ટ્ર ખાતે રવાના થઈ હતી અને અને આરોપી રમેશભાઈ ફતુભાઈ વળવી (નાઈક) ઉ.વ. ૬૭ ધંધો. મજુરી મુળ રહે. કોટલી ખુર્દ,તા.જી.નંદુરબાર (મહારાસ્ટ્ર) થાના ઉપનગર હાલ રહે. પિપલોદ તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) ગામમાંથી મળી આવતા તેને દબોચી લીધો હતો.પકડાયેલા આરોપીની કડકાઇ ભરી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી ત્યાર બાદ વરણામા પો.સ્ટે. ખાતે આરોપીને લવાયા બાદ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે.
આમ વરણામા પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા ૪૪ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

Most Popular

To Top