Vadodara

ચાર જિલ્લાની આંગણવાડી બહેનોએ વિશાળ રેલી યોજી કર્યું શક્તિ પ્રદર્શન

પડતર માંગણીઓ અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા માંગણી :

આણંદ, વડોદરા , ખેડા અને પંચમહાલ જિલ્લાની બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં :

( પ્રતિનિધી )વડોદરા,તા.11
લાંબા સમયથી પડતર માંગણીઓ અને હાઇકોર્ટના ચુકાદાના અમલ માટે આંગણવાડીની બહેનોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સરકાર દ્વારા પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવતા ચાર જિલ્લાની આંગણવાડી બહેનોએ એકત્ર થઈ વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જો દિવાળી પહેલા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી કૈલાશબેન રોહિતે જણાવ્યું હતું કે, આજે ચાર જિલ્લાની બહેનો ઝોન રેલીમાં જોડાઇ હતી. આણંદ, વડોદરા , ખેડા અને પંચમહાલ આ ચાર જિલ્લાની બહેનો આવી હતી. અમારી માંગણી સરકાર સામે છે કે, 20 મી ઓગસ્ટના દિવસે હાઇકોર્ટ જે હુકમ કર્યો છે કે આંગણવાડી વર્કરને લઘુત્તમ વેતન રૂપે 24,800 અને હેલ્પર બહેનને 20,300 જે લઘુતમ વેતન ચૂકવવાનો આદેશ છે. એ આદેશને સરકાર વહેલામાં વહેલી તકે અમલ કરે અને બીજી બાજુ દિવાળીનો તહેવાર હોય તો આ દિવાળીના તહેવારમાં કમ સે કમ પાંચ પાંચ હજાર રૂપિયા બોનસ સરકાર એમની બહેનો માની રાખડી બંધાવે છે.

આ બહેનો રાખડી પણ મોકલે છે અને મોદીજી અહીંયા હતા. ત્યારે, કહીને ગયા હતા કે બહેનોને કોઈ પણ સમયે કંઈ પણ જરૂર પડે તો તમારો ભઈલો બેઠો છે. એક ફોન કરજો કે એક કાગળ લખજો, તો પણ આવીને ઉભો રહેશે. આજે વર્ષો થઈ ગયા પણ બહેનો સામે જોવાનો સમય નથી. એટલે એક સમય બતાવવા માટે અને સરકારને જગાડવા માટે આજે અમે રેલીઓ કરીએ છીએ.

આ અગાઉ પણ અમે અમદાવાદ, સુરતમાં આ મહારેલીઓ કરી છે. આજે વડોદરામાં છે. આવતીકાલે હિંમતનગર અને રાજકોટની અંદર આઠ જિલ્લાની રેલી એક સાથે રાખવામાં આવી છે. દિવાળી પહેલા અમારું આ ટ્રેલર છે અને જો દિવાળી પહેલા અમારો કોઈ ઉકેલ નહીં લાવે કોઈ માંગણીઓ નહીં સંતોષાય તો આ બહેનો આવે ઘરે આવી ગયું છે અને એફઆરએસની કામગીરીથી ઓનલાઇન કામગીરીથી એટલી બધી કંટાળી ગઈ છે કે હવે કામથી કંટાળી કામના ભારણથી કંટાળી અને સરકારના શોષણથી કંટાળીને દિવાળી પછી ઉગ્ર આંદોલન શરૂ કરશે.

Most Popular

To Top