![](https://gujaratmitra.in/wp-content/uploads/2025/01/1002107721-1024x682.jpg)
ચાંગા: ચાંગાસ્થિત ચારુસેટ કેમ્પસ છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શક અને ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે ગુજરાતભરમાં અગ્રેસર છે. વર્ષ 2000થી કેળવણીની કંડારેલી કેડી આજે રાજપથ બની છે અને દુનિયાભરમાં ‘A+’ grade ચારુસેટ યુનિવર્સિટી તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચારુસેટ કેમ્પસના રજત જયંતી પર્વ નિમિત્તે 25મો સ્થાપના દિન 28 જાન્યુઆરી, મંગળવારે ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે SERB-સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ રિસર્ચ બોર્ડ ના પ્રતિષ્ઠિત ફેલો અને INSA -ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વિજ્ઞાની પ્રો. ટી. પી. સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ શ્રી સી. એ. પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ શ્રી અશોક પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ શ્રી કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી શ્રી મઘુબેન પટેલ, જોઈન્ટ સેક્રેટરી અને સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી ધીરુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી ગીરીશભાઈ બી. પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર શ્રી ગીરીશભાઈ સી. પટેલ, ટ્રસ્ટી શ્રી વિષ્ણુભાઈ પટેલ, પ્રિ. શ્રી આર. વી. પટેલ, દાતા કનુભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆતમાં ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન અને મુખ્ય મહેમાન પ્રો. ટી. પી. સિંગનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ તેમણે ચારૂસેટની 25 વર્ષની વિકાસગાથા અને ઉપલબ્ધીઓ વર્ણવી હતી.
ત્યાર બાદ વિવિધ 6 કેટેગરીના એવોર્ડ્સ યાદી અંતર્ગત ચારૂસેટ રિસર્ચ પેપર એવોર્ડ 150, ચારૂસેટ
પેટન્ટ એવોર્ડ 1, એપ્રીશિએશન ટુ ધ ટોપ 2 % સાયન્ટીસ્ટસ 3, એન્ડ્યુરિંગ કમિટમેન્ટ એવોર્ડ 8 , એપ્રીશિએશન ફોર રીસર્ચ પ્રોજેકટસ 9 , એલમની એપ્રીશિએશન એવોર્ડસ 9 એનાયત કરવામાં આવ્યા હતા. ડો. ગાયત્રી દવેએ સૌપ્રથમ વાર એલમની એપ્રીશિએશન એવોર્ડસ શરુ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. વિવિધ મહાનુભાવોના હસ્તે એવોર્ડ્સ એનાયત થયા હતા. પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે ઈસરોના રૂ. 16 કરોડના પ્રોજેક્ટમાં કો- ઇન્વેસ્ટીગેટર તરીકે ડો. તૃષિત ઉપાધ્યાયની નિમણુક અને ડી એસ. ટી દ્વારા રૂ. 8.27 કરોડની પર્સ ગ્રાન્ટ પ્રાપ્ત કરનાર ચારુસેટની સિધ્ધિને બિરદાવી હતી. આ પ્રસંગે રોબોફેસ્ટમાં નેશનલ લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રૂ. 10 લાખનું ઇનામ જીતનાર 3 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ પ્રો. ટી. પી. સિંહે 25 વર્ષની સિદ્ધિ બદલ ચારૂસેટને અને રિસર્ચ ફેકલ્ટીને એવોર્ડ પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે વિવિધ રિસર્ચ અને ઇનોવેશન થકી સમાજમાં અને દેશમાં ક્રાંતિ આવે છે. દેશના વિકાસમાં સંશોધકોનું માતબર પ્રદાન છે ત્યારે ભવિષ્યમાં વધુ રિસર્ચ માટે સતત કાર્યરત રહેવા, અન્યોને રિસર્ચ માટે પ્રેરણા આપવા તેમજ વૈશ્વિક કક્ષાએ ચારૂસેટનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અગાઉ આ સ્થળે વગડો હતો આજે ગ્રીન કેમ્પસ છે જેના પાયામાં સુત્રધારો છોટાકાકા, ડો. કે. સી. કાકા, હોદ્દેદારો, દેશવિદેશના દાતાઓનો સાથ સહકાર અને અમુલ્ય પ્રદાન છે. સંશોધન થકી જ કોઈ યુનિવર્સિટી શ્રેષ્ઠ બની શકે છે એમ કહી તેમણે સંશોધકોને અભિનંદન આપ્યા હતા તેમજ સૌને શ્રેષ્ઠ યોગદાન આપી ચારૂસેટને સફળતાનાં શિખરે લઈ જવા અપીલ કરી હતી.
આભારવિધિ રિસર્ચ ડીન ડો. શૈલેષ ખાંટે કરી હતી. સમારંભનું આયોજન કન્વીનર અને ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન ડો. ગાયત્રી દવે, કો-કન્વીનર અને ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લીકેશન્સના ડીન ડો. સંસ્કૃતિ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સમારંભનું સંચાલન આસીસ્ટન્ટ પ્રોફેસર વિજય મકવાણા અને પ્રાંજલ ભટ્ટે કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ કેમ્પસની કલ્પના કરવામાં આવી હતી. આ કલ્પનાને સાકાર કરતા વર્ષ 2000 ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ચાંગાની સ્થાપના કરવામાં આવી અને આજે ચારૂસેટ કેમ્પસ 25 વર્ષના ટૂંકા સમયગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા જેની ગણના ગુજરાતની શ્રેષ્ઠ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં થાય છે તે ચારૂસેટ રાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળની 20 યુનિવર્સીટીમાં સ્થાન પામવાની તેમજ વૈશ્વિક યુનિવર્સીટી બનવાની નેમ સેવે છે. હાલમાં રૂ. 150 કરોડના ખર્ચે નિર્મિત ચારુસેટના 125 એકરના કેમ્પસમાં 7 ફેકલ્ટી અને 9 કોલેજો છે જેમાં 10000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચારુસેટ 72 યુ.જી. પી.જી. ડોક્ટરેટ પ્રોગ્રામ ઓફર કરે છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)