ચાતુર્માસ ની સમાપ્તિ સાથે જ આજે શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજી ની 215મી પાલખીયાત્રા યોજાઇ જેમાં હજારો શ્રધ્ધાળુઓ જોડાયા
વહેલી સવારે 3 કલાકે ભગવાનની મંગળા આરતી ત્યારબાદ સવારે 7 કલાકે શણગાર આરતી દર્શન, સવારે 8 કલાકે રાજભોગ આરતી કરવામાં આવી
રાજવી પરિવાર તથા રાજકીય સહિતના લોકો દ્વારા નિજ મંદિરમાં ભગવાન વિઠ્ઠલનાથજી ની આરતી કરવામાં આવી..
આજે વિક્રમ સંવત 2081ને કારતક સુદ એકાદશી એટલે દેવ ઉઠી એકાદશી પ્રબોધિની એકાદશી આજથી ચાતુર્માસ ની સમાપ્તિ છે ત્યારે વર્ષોની પરંપરા મુજબ શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજી ની 215મી પાલખીયાત્રા યોજાઇ હતી.ભગવાન વિઠ્ઠલનાથજી ની વહેલી સવારે ત્રણ વાગ્યે મંગળા આરતી નિજ મંદિરમાં કરવામાં આવી હતી ત્યારબાદ સવારે સાત કલાકે શૃંગાર આરતી દર્શન કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાજભોગ આરતી બાદ ચાંલ્લા દર્શન કરી રાજવી પરિવારના રાજમાતા શુભાગિનીદેવી ગાયકવાડ દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજી ની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં ભગવાન વિઠ્ઠલનાથજી ને ગોલ્ડ સિલ્વરની પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાલખીયાત્રા નિજ મંદિરથી નિકળી હતી જેમાં બેન્ડવાજા,નિશાન ડંકા તાસા ઢોલ,શરણાઇ વાદન સહિત ભજન મંડળીઓ જોડાઇ હતી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ના નાદ સાથે પાલખીયાત્રા માંડવી ચાર દરવાજા નીચેથી પ્રસ્થાન થ ઇ હતી જે ન્યાયમંદિર, સુરસાગર, મહાત્મા ગાંધી નગર ગૃહ થઈ રાવપુરા,કોઠી કચેરી આરાધના સિનેમા માર્ગે થી કારેલીબાગ મોક્ષધામ નજીક લીબુવાડી પાસે ગહીનાબાઇ મંદિરે પહોચશે જ્યાં બપોરે હરિહર સાથે મિલન બાદ બપોરે બે કલાકે નિજ મંદિર પરત પ્રસ્થાન કરી સાંજે સાડા પાંચ સુધી માંડવી નજીકના મંદિરે પહોચશે જ્યાં રાત્રે દસ કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસીવિવાહ સંપન્ન થશે સાથે જ ચાંલ્લા વિધિ થશે.મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.આજથી લગ્નસરા સહિતના શુભકાર્યોની શરુઆત પણ થઇ છે