Vadodara

ચાણોદ અસ્થી વિસર્જન કરવા ગયેલા વડોદરાના વૃદ્ધ નર્મદામાં ગરકાવ


ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે અસ્થી વિસર્જન કરવા આવેલા 60 વર્ષીય વૃદ્ધનો પગ લાપસી જતા પાણી માં ગરકાવ થતા લાપતા બન્યા છે.

ઉલ્લેખનીય છે કે ડભોઇ તાલુકા માં આવેલ યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા,ઓરસંગ,ગુપ્તસરસ્વતી એમ ત્રણ નદીનો સંગમ થતો હોવાના લાખોની સંખ્યા શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ માટે આવતા હોય છે. ચાણોદ ખાતે અનેક જગ્યા પર પાકા પગથિયાં વાળા ઐતિહાસિક ઘાટ આવેલા છે. જે ઘાટ પર બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આજે સવારે વડોદરાના આજવા રોડ માધવનગર ખાતે રહેતા ધનસુખભાઈ નારણભાઈ સરવૈયા ઉ.વ 60 પોતાના માતાના અસ્થિ વિસર્જન કરવા પુત્ર સાથે ચાણોદ ખાતે આવ્યા હતા. ચાણોદના મારી કુંડલ ઘાટ પરથી અસ્થિ વિસર્જન કરવા દરમિયાન ધનસુખભાઈનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં ડૂબતા લાપતા બન્યા હતા. વૃદ્ધ પાણી માં ગરકાવ થતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા હતા. જે બાદ પાણીમાં ગરકાવ થયેલા વૃદ્ધને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી. ચાંદોદના નાવિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ નહીં મળતા ડભોઇ ફાયર ફાઇટર ટિમ તેમજ વડોદરા ફાયરની મદદથી લાપતા વૃદ્ધની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી વરસાદ ને પગલે સરદાર સરોવર માંથી પાણી છોડવામાં આવતા હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને પાણ નો પ્રવાહ પણ તેજ ઝડપે વહી રહ્યો છે. જેના કારણે શોધખોળ કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી હતી. અચાનક બનેલી ઘટનાના પગલે પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. હાલ આ સમાચાર લખાય ત્યાં સુધી વૃદ્ધ મળી આવ્યા નથી.

Most Popular

To Top