Vadodara

ચાણોદમા લાઇફ જેકેટ વિના જ નૌકાવિહાર કરતાં દ્રશ્યો સામે આવ્યા છે, પ્રશાસનની લાલિયા વાડી

ગત 18મી જાન્યુઆરીએ વડોદરાના હરણી ખાતે બનેલી બોટ દુર્ઘટના બાદ થોડો સમય પ્રસાશન સતર્ક બન્યું હતું પરંતુ ત્યારબાદ લાલિયાવાડી જોવા મળી રહી છે ચાણોદમા લાઇફ જેકેટ વિના જ નૌકાવિહાર કરતાં દ્રશ્યો સામે આવ્યા છે

દુનિયાની નજરમાં તમે શું છો તે નહીં પરંતુ તમારા પરિવારની નજરે તમે જ એમની દુનિયા છો માટે જળાશયોમાં નૌકાવિહાર, ધાર્મિક ક્રિયાઓ કે ન્હાવા જાવ ત્યારે સુરક્ષા બાબતે કોઇ બાંધછોડ ન કરવી

સરકારની સુરક્ષા અંગેની ગાઇડલાઇન્સનુ પાલન થાય છે કે કેમ,બોટ કે નૌકાની સમયાંતરે ચકાસણી થાય છે કે કેમ તે જોવાની જવાબદારી સ્થાનિક પ્રશાસન તથા પોલીસની છે

ગુજરાત રાજ્યમાં ગત તા.30મી ઓક્ટોબર,2022મા મોરબી શહેરના મચ્છુ નદીના રાહદારીઓ માટેના ઝૂલતા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 141લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ ગત વર્ષે તા.18મી જાન્યુઆરી,2024ના ગોઝારા દિવસે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સનરાઇઝ સ્કૂલના બાળકોને હરણી લેક ઝોન ખાતેના અરેના પાર્ક ખાતે પિકનિક એડવેન્ચર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બોટ પલટી જતાં 12જેટલા માસૂમ બાળકો તથા બે શિક્ષિકાઓ મળીને કુલ 14લોકોના મૃત્યુ થયા હતા તે જ રીતે ગત તા.31જાન્યુઆરી 2021મા વડોદરાના ત્રણ વિધાર્થીઓ સિઘરોટ ચેકડેમ ખાતે ન્હાવા ગયા હતા જ્યાં બે વિધાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં આવી ઘટનાઓ બનતા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો હરણી બોટ કાંડ બાદ રાજ્ય સરકારે ચાણોદ, મહિસાગર,સિઘરોટ કોટના બિચ સહિતના વિસ્તારોમાં બોટ સુરક્ષા,લોકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને નૌકાવિહાર બંધ કરાવી દીધું હતું પરંતુ ત્યારબાદ સુરક્ષા માટે લાઇફ જેકેટ સહિતના નિયમોને આધારે પ્રતિબંધ ઉઠાવી લેતાં ફરીથી લાલિયાવાડી સામે જોવા મળી રહી છે.યાત્રાધામ ચાણોદ કે જ્યાં લોકો ઉત્તરક્રિયા સહિતના ધાર્મિક કાર્યક્રમ માટે તેમજ ન્હાવા માટે વિકેન્ડ પર આવતા હોય છે અહીં રેત ખનન માફિયાઓ દ્વારા આડેધડ રીતી ખનન માટે ખોદકામ કરેલું હોય કેટલાક જગ્યાએ અહીં ઘણી ઉંડાઇ છે સાથે જ મગરોનો વસવાટ પણ છે છતાં હાલમાં અહીં બોટમાં સુરક્ષાના નિયમોને નેવે મૂકીને ફક્ત પોતાના આર્થિક લાભ માટે બોટમાં લોકોને લાઇફ જેકેટ વિના જ નૌકાવિહાર કરાવવામાં આવી રહ્યો છે.રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક પ્રશાસન જ્યારે પણ કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય ત્યારે લોકોનો આક્રોશ ખાળવા માટે અથવાતો કામગીરી બતાવવા દેખાડો કરવા થોડા દિવસ પ્રતિબંધ,નિયમો,ગાઇડલાઇન્સ બધું બતાવે છે પરંતુ જ્યારે વાતાવરણ શાંત થઇ જાય વિરોધ કે પછી લોકો ભૂલી જાય એટલે ફરીથી લાલિયાવાડી શરુ થઇ જાય છે અને આ બધું ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી કોઈ બીજી દુર્ઘટના ન બને પરંતુ શું સરકાર કે સ્થાનિક પ્રશાસનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ને એ ખબર છે કે તમે ફક્ત પોતાના આર્થિક લાભ માટે નિર્દોષ નાગરિકોના જીવન જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે?શા માટે સ્થાનિક પ્રશાસન, પોલીસ, કલેકટર દ્વારા સમયાંતરે સરકારના નિયમો નિર્દેશો નું યોગ્ય રીતે પાલન થઇ રહ્યું છે કે કેમ તે જોવામાં તપાસવામાં આવે છે કે કેમ તે ચકાસણી કરતા નથી? શું ભ્રષ્ટાચાર કે પોતાના આર્થિક લાભ સામે લોકોની જીંદગી સસ્તી છે? ચાણોદ હોય કે મહિસાગર,કોટણા હોય કે સિંધરોટ નિયમોની ચકાસણી કોના દ્વારા અને ક્યારે કરવામાં આવી રહી છે અને તેનું પાલન સ્થાનિક પ્રશાસન કરે છે ખરું.
બીજી તરફ હવે નાગરિકોએ સરકાર કે સ્થાનિક કેટલાક ભ્રષ્ટ પ્રશાસનના ભરોસે ન બેસીને પોતે જ જાગૃત બનવાની જરૂર છે કારણ કે તમારા પરિવાર માટે તમે જ એમની દુનિયા છો ભલે દુનિયાની નજરમાં કે ભ્રષ્ટાચારીઓની નજરમાં તમે કંઈ નથી એટલા માટે કોઇપણ પ્રકારની ઉત્તરક્રિયા, ધાર્મિક કાર્યક્રમ કે ન્હાવા જતાં પોતાની સુરક્ષા વિશે ગંભીરતાથી વિચારજો,લાઇફ જેકેટ તથા સુરક્ષા નિશ્ચિત ન હોય તો નૌકાવિહાર ટાળજો, અન્યથા ભ્રષ્ટ તંત્રનું તો કંઈ નહીં જાય પરંતુ તમારો પરિવાર વિખરાઈ જશે જેની ખોટ કોઇ પૂરી નહીં શકે.

Most Popular

To Top