Vadodara

ચાણોદથી મોટનાથ મહાદેવની કાવડ યાત્રાનું પ્રસ્થાન

*ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા શિવભક્ત 108 કાવડયાત્રિઓ દ્વારા સતત16મા વર્ષે ચાણોદ થી હરણી મોટનાથ મહાદેવ માટે નર્મદાના જળ સાથે કાવડયાત્રા માટે પહોંચ્યા*

*તા.02 ઓગસ્ટે તેરસ તિથિ અને મહાશિવરાત્રી પર્વે ચાણોદથી નર્મદા નદીનું જળ લ ઇ વડોદરા હરણી મોટનાથ સુધીની કાવડયાત્રા શરૂ કરી ભોળેનાથ પર કરશે જળાભિષેક*

*ચાણોદમા વહેલી સવારે માં નર્મદાની પૂજા અર્ચના કરી દિવ્ય મહા આરતી બાદ કાવડમાં પવિત્ર નર્મદાના નીર લઇ વડોદરા માટે પ્રસ્થાન કર્યું*

*શરૂઆત આઠ થી દસ લોકો સાથે થઇ આ વર્ષે 108 કાવડયાત્રિઓ જોડાયા*

(પ્રતિનિધિ) વડોદરા તા. 01

વડોદરામાં હરિયાણા અને રાજસ્થાન સાથે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 108 શિવભક્તોકાવડયાત્રા માટે આજે ચાણોદ ખાતે પહોંચી ગયા છે. તા.02 ઓગસ્ટના રોજ તેરસ તિથિ સાથે મહાશિવરાત્રી નિમિત્તે આ કાવડયાત્રિઓ ચાણોદથી વડોદરા હરણી મોટનાથ મંદિરે ભોળેનાથ ને નર્મદાના પવિત્ર જળથી કરશે. છેલ્લા 15 વર્ષથી આ કાવડયાત્રા યોજવામાં આવે છે. શરુઆતમાં આઠ થી દસ લોકોએ શરૂઆત કરી હતી. જેમાં ઉતરોતર લોકો જોડાતાં ગયાં છે અને આ વર્ષે 108 કાવડયાત્રિઓ ની સંખ્યા થઇ છે. આજે તમામ કાવડયાત્રિઓ ચાણોદ સ્થિત નર્મદા કાંઠે પહોંચી ગયા હતા અને નર્મદા માતાની પૂજા અર્ચના સહિત દિવ્ય મહા આરતીમાં જોડાયા હતા.નર્મદાના પવિત્ર જળ લ ઇ આ 108 કાવડયાત્રિઓ ચાણોદથી અંદાજે 68 કિલોમીટર નું અંતર કાપી વડોદરાના હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે અને તઃ.02ઓગસ્ટ તેરસ તિથિ મહાશિવરાત્રી પર્વે હરણી મોટનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી માં નર્મદાના પવિત્ર જળથી ભગવાન ભોળેનાથને અભિષેક કરશે.

Most Popular

To Top