આરોપી અર્જુનને ઝડપી પાડવા પોલીસની દોડધામ
વડોદરા જિલ્લાના પાદરા ગામે રહેતા પરિવારની મહિલા પોતાના પિયર ચાણસદ ગમે પોતાની બે વર્ષની બાળકીને લઈ ગઈ હતી, ત્યારે પડોસમાં રહેતો અર્જુન છોકરીને તાજીયા બતાવવાના બહાને લઈ ગયો હતો ત્યાર બાદ એકાંત જગ્યાએ લઈ જઈ બે વર્ષની બાળકી પર આરોપી અર્જુન નરાધમે બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ તેના ઘરે પરત મૂકી આવ્યો હતો . પરંતુ માતાને શંકા જતા જોયું તો બાળકી સાથે કઈક ખોટું થયું હોવાની જાણ થઈ હતી. જેથી પાદરા તેના પતિ ને ફોન કર્યો હતો. ત્યાર બાદ પતી પત્ની બંનેએ પોલીસ સ્ટેશન પહોંચી અર્જુન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. બે વર્ષ ની બાળકી સાથેના આવા કૃત્યથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. સાથે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી બાળકી ને ક્યાં લઇ ગયો હતો અને બાળકી સાથે શરમજનક કૃત્ય કરવામાં બીજું કોણ કોણ હતું. હાલ માતા પિતા ની ફરિયાદ ના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બાળકીને તપાસ અર્થે ઈલાજ હેતુ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે.
ચાણસદમાં બે વર્ષની બાળા પર બળાત્કાર
By
Posted on