વડોદરા: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ ની ઘોષણા કરવામાં આવી હતી. ચાઈલ્ડ વેલફેર કમિટીના વડોદરા જિલ્લા ના ચેરમેન તરીકે એડવોકેટ મેહુલભાઈ લાખાણીની નિયુક્તિ થઈ છે. મેહુલભાઈ લાખાણી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકે કાર્યરત છે. તેઓ એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે વાઈસ પ્રેસિડન્ટ અને જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. તેઓ વિવિધ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને સિન્ડિકેટ મેમ્બર પણ રહ્યા છે. વકીલાતના વ્યવસાયમાં આવતા પહેલા તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કાયદાનો શિક્ષણનો અને બાળકો સાથેનો અનુભવ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવવામાં ઉપયોગી થશે.
આ કમિટીમાં સંઘ પરિવાર, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યરત અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં ડૉ. સંદીપ શાહ, જીગર કુમાર પંડ્યા બ્રિજેશકુમાર પટેલ અને મોનિકા યાજ્ઞિકને પણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.