Vadodara

ચાઇનીઝ તુક્કલ વેચનાર ઇસમને રૂ. 3800ના મુદામાલ સાથે સિટી પોલીસે ઝડપી પાડ્યો

પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલના 190નંગ મળી આવ્યા*


(પ્રતિનિધિ) વડોદરા તા. 15


શહેરના તાઈવાડામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે વેચાણ કરવા ફરતા ઇસમને સિટી પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ નું વેચાણ ન થાય તે માટે તથા કોઇપણ પ્રકારના પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે ઉતરાયણ પર્વે સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બીપી રોહિત તથા સ્ટાફના માણસો સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના તાયવાડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સામેના નાકા ખાતે રહેતો મોહંમદ રીજવાન યાકુબ મિયાં સિંધી નામનો 27 વર્ષીય ઇસમ ચાઇનીઝ તુક્કલ નો જથ્થો વેચાણ કરવા માટે તાયવાડા મદારીકુવા પાસે ફરતો હોય બાતમી વાળી જગ્યાએ છાપો મારી મોહંમદ રિજવાન નામના ઇસમને પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ નંગ 190 જેની અંદાજિત કિંમત રૂ. 3800સાથે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના જાહેરનામા મુજબ ઉતરાયણ પર્વે ચાઇનીઝ દોરી, કાચનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવતા માંજા તેમજ ચાઇનીઝ તુક્કલ ના વેચાણ તથા ખરીદી પર પ્રતિબંધ છે તેમ છતાં શહેરમાં કેટલાક લોકો પોતાના આર્થિક લાભ માટે ચોરીછૂપીથી આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરવા ફરતા હોય વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top