હાલોલ:
રાષ્ટ્રીય મોરને ચાંપાનેર રેલ્વે સ્ટેશનથી જીવ દયા પ્રેમી ગ્રુપ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરાયો હતો પણ મોરનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજના 6:30 થી 07:30 સુધીમાં ચાંપાનેર રેલવે સ્ટેશને મોર ફસાયાનો કોલ આર એફ ઓ સતિષભાઈ બારીયાને આવ્યો હતો. તેમણે જીવ દયા ગ્રુપ પંચમહાલના પીન્ટુભાઇ, અને પંકજભાઈ સાથે મળીને રેલ્વે સ્ટેશનમાં જઈ રેલવેનું લખાણ લઈ તપાસ કરતા જાણવા મળ્યું કે આ રાષ્ટ્રીય પક્ષી મોર રેલવેના આગળના બમ્પરમાં ફસાઈ ગયો છે. તે જાણકારી આગળના સ્ટેશન માસ્તરથી જાણ મળતા ટ્રેન નંબર 12 904ને રોકીને રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં નીચે ઉતારી હાલોલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રેલવે અધિકારીએ લેટર સાથે સોંપી દેતા જીવ દયા પ્રેમી ગ્રુપ દ્વારા મોરના મૃત શરીરને યોગ્ય જગ્યાએ લઈ જઈ અંતિમવિધિ કરવામાં આવી હતી.