મહીસાગર સામુદાયિક ભાઠા મંડળીની સભામાં 15 વેપારીઓના ટેન્ડર વંચાણે લઈ તમાકુની જાહેર હરાજી કરાઈ
વર્ષ 1953મા સ્થાપેલ મંડળી હેઠળ 299 ખેડૂતો 500 એકર ભાઠાની જમીનમાં તમાકુની સામુહિક ખેતી કરે છે
(પ્રતિનિધિ) આણંદ તા 27
ચરોતર પંથકમાં રોકડીયા પાક તમાકુના ભાવ તાજેતરમાં યોજાયેલ ભાઠા મંડળીની સભામાં જાહેર કરવામાં આવ્યા છે, ભાવ જાહેર થતાં પોષણ ક્ષમ ભાવ સાથે આવક વધવાનો આનંદ વ્યાપ્યો છે. જોકે ગત વર્ષ ની સરખામણી એ ઉત્પાદન ઓછું અને ભાવ ગત વર્ષ જેટલો જ રહેતા ખેડૂતો માં ખુશી તો વ્યાપી છે પરંતુ ઓછા ઉત્પાદન ને લઈ ખેડૂતો વસવસો અનુભવી રહ્યા છે ચરોતરમાં તમાકુ ના પાક ને કાચા સોના તરીકે ઓળખવા માં આવે છે, ચરોતરમાં મોટાભાગના વિસ્તારોમાં મુખ્યત્વે તમાકુનો પાક વધુ પ્રમાણ માં ખેડૂતો કરતા હોય છે. ત્યારે વર્તમાન વર્ષે તમાકુ નો ભાવ ગત વર્ષ જેટલો જ રહેતા ખેડૂતો ને મહદઅંશે રાહત થવા પામી છે. તમાકુના ભાવ મહીસાગર સામુદાયિક ભાઠા મંડળીની જાહેર હરાજી ઉપર નિર્ભર થતા હોય છે , જેથી તમાકુ ભાવ માટે ખેડૂત વર્ગ અને વેપારીઓ ખુબ આતુરતાથી ભાઠા મંડળીની સભામાં ખાસ ઉપસ્થિત રહીને લેખાં જોખા મેળવીને તમાકુ પાક અંગે ખરીદ વેચાણ કરે છે.
મહીસાગર ભાઠા સામુદાયિક મંડળીની 1953માં સ્થાપના કરવામાં આવી હતી અને 299 જેટલા ખેડૂતો 500 એકર માં સામુહિક રીતે તમાકુ ની ખેતી કરતા હોય છે. વર્તમાન વર્ષે મંડળી ખાતે તમાકુ ની જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં 15 જેટલા ટેન્ડર ભરાયા હતા ,ખેડૂતો અને વહેપારીઓ ની ઉપસ્થિતિ માં જાહેર માં આ ટેન્ડર ખોલવા માં આવ્યા હતા. જેમાં સૌથી ઓછા પ્રતિ મણ 2275 થી લઈ સૌથી ઊંચા 3331 રૂપિયા ભાવ આ હરાજી માં જાહેર થયા હતા . જેને લઈ ચરોતર સહિત દેશ માં તમાકુ પકવતા ખેડૂતો ની તમાકુ ની હવે પછી તમાકુ ની ખરીદી શરૂ થશે. હાલ તો ભાઠા મંડળીની તમાકુની હરાજી થતા હવે અન્ય ખેડૂતોને ચાલુ વર્ષે ઊંચા ભાવ ની આશા બંધાઈ છે.
ચરાેતરના ખેડૂતાેને ચાંદી, તમાકુનો ભાવ 3331 નિશ્ચિત
By
Posted on