Vadodara

ચકલાસી અને ચલાલીમાં ત્રણ ઇસમોને ઘરે વીજ કનેક્શન કપાયા, એક બુટલેગરને દારૂ સાથે ઝડપાયો

ચકલાસી પોલીસ મથકના હદ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી


(પ્રતિનિધિ) નડિયાદ, તા.27
રાજ્ય પોલીસ મહાનિર્દેશક ની સૂચના બાદ ખેડા જિલ્લામાં એક બાદ એક પોલીસ મથક દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ચકલાસી હદમાં આવતા ચકલાસી અને ચલાલીમાં ત્રણ ઈસમને ત્યાં લાઈટ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપ્યો હતો.


ચકલાસી પોલીસના પીઆઇ આર. એન. ખાંટ દ્વારા આજે પોલીસ કાફલા અને એમ જી વી સી એલ ને સ્ટાફ સાથે ચકલાસી હદ વિસ્તારમાં આવેલા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ ઈસમોને ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કનેક્શનનો કાપી નાખવામાં આવ્યા હતા. જેમાં ચંદુભાઈ હરમનભાઈ વાઘેલા, જયદીપભાઇ કનુભાઈ વાઘેલા અને લાલજીભાઈ છોટાભાઈ તળપદાના ઘરે કાર્યવાહી કરાઈ હતી. ચંદુ અને જયદીપ બંને લિસ્ટેડ બુટલેગર છે જ્યારે લાલજી છેતરપિંડીના કેસોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પોલીસ કાર્યવાહી દરમિયાન ચકલાસીના પંડિતનગરમાં જયેન્દ્રભાઈ કનુભાઈ વાઘેલા પાસે પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પણ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top