પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ભાજપના કાર્યકરની હત્યા કરાઇ હતી
પ્રતિનિધિ વડોદરા તા.4
વાહનપાર્કિગ જેવી સામાન્ય બાબતમાં ભાજપ કાર્યકર સચિન ઠક્કરની કુરતાપૂર્વક માર મારીને હત્યા કરવાના ચકચારી ગુનામાં સજા કાપતા આરોપીએ 30 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ 12 મા એડિશનલ સસન્સ જજ દ્વારા જામીન અરજી નામંજૂર કરાઇ છે.
શહેરના રેસકોર્ષ વિસ્તારમાં ગંગોત્રી એપાર્ટમેન્ટની બાજુમાં ટોપરાની લેબના ગેટ પાસે વાહન પાર્કિંગ કરવા મુદ્દે ડોન બાબુલ પરીખના પુત્ર પાર્થ બરીખ તથા પ્રિતેશ ઠક્કર વચ્ચે ઝઘડો હતો. જેની અદાવત રાખીને ડ્રાઇવર વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી તથા તેની મિત્ર વિકાસ પરસોતમ લોહાણીની સાથે મળીને પ્રિતેશ ઠક્કરની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. દરમિયાન તેઓ પ્રિતેશ ઠક્કર પર લાકડીઓથી માથામાં ફટકા માર્યા હતા. દરમિયાન તેનો ભાઇ ભાજપના કાર્યકર સચિન નવીનચંદ્ર ઠક્કર છોડાવવા માટ વચ્ચે સચિન ઠક્કરને પણ માથામાં લાકડીના ફટકા મારી મોતન ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જ્યારે પ્રિતેશ ઠક્કર બચી ગયો હતો. જેથી તેણ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ત્રણ પાર્થ પરીખ, વાસીમ અજમેરી તથા વિકાસ લોહાણી સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ધરપકડ ત્રણેવને જેલમાં ભેગા કરી દીધા હતા. જેમાં આરોપી વાસીક અજમેરીના વકીલ દ્વારા બાળકોની ભરવાની સ્કૂલ બાકી ફી, ઘણા સમયથી મકાનનું ભાડું ચુકવ્યું નથી, ભાડાના રૂપિયા વ્યવસ્થા કરવાની હોય તેમજ પરિવારમાં આવી કોઇ વ્યવસ્થા કરવા માટે સભ્ય ન હોય 30 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવા અરજી કરી હતી. સામે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે એચ.આર. જોષીએ પણ તેમની ધારદાર દલીલો રજૂ કરી હતી. જેથી બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખીને 12 મા એડિશનલ જજ અતુલકુમાર શ્રવણભાઇ પાટીલ દ્વારા વાસીક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરીની વચગાળાની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.