Vadodara

ઘોર કળિયુગ : માંજલપુરમાં પિતા દ્વારા 9 વર્ષની પુત્રી પર વારંવાર દુષ્કર્મ

(પ્રતિનિધિ) વડોદરા તા.30

શહેરના માંજલપુર વિસ્તારમાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખુદ પિતાએ જ પોતાની 9 વર્ષની દીકરી પર છેલ્લા પાંચ મહિના દરમિયાન વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. કોઇને આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.જેથી ડરી ગયેલી પુત્રીએ માતાને પોતાના પિતાના કરતૂત અંગે વાત કરતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી લીધા બાદ મેડિકલ કરાવવાની તજવીજ શરૂ કરી છે.

તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં રહેતો સખ્સ મહિલા સાથે લગ્નનું નાટક કર્યા બાદ મહિલાના નગ્ન ફોટો અને વીડિયો બનાવી બ્લેક મેલ કરીને મહિલા પર બળાત્કાર ગુજારતો હતો. માતા સાથે સંબધ હોય દીકરીઓ તેને પિતા જેવો માનતી હતી પરંતુ તેણે મહિલાની બે સગીર દીકરી સાથે પણ શારીરિક અડપલા કર્યા હતા. તેની હજુ શાહી સુકાઇ નથી ત્યાં તો માંજલપુર વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો પરિવાર છેલ્લા 10 વર્ષથી ભાડાના મકાનમાં રહેતો હતો. જેમાં માતા-પિતા અને તેમની એક 9 વર્ષીય દીકરી તથા 10 વર્ષનો પુત્ર હતો. પિતા ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે તેમના પોતાના ટ્રક શહેરમાં ફરી રહ્યા છે. સાધનસંપન્ન પરિવાર ખુશી ખુશી રહેતું હતું. દરમિયાન ખુદ પિતાએ પોતાની 9 વર્ષી દીકરી પર નજર બગાડી હતી. જ્યારે તેમની માતા કોઇ શાકભાજી લેવા કે પછી શોપિંગ કરવા સહિતના વિવિધ કામ માટે ઘરની બહાર જતી હતી ત્યારે પિતાએ તેમની કોમળ બાળકી પર છેલ્લા ચાર પાંચ મહિનાથી બળાત્કાર ગુજારતો હતો. કોઇને આ વાતની જાણ કરીશ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવતો હતો. દરમિયાન દીકરીએ પોતાની માતાને  પોતાની કરતુત અંગે વાત કરી હતી. ત્યારે પહેલા માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. માતાએ પિતા સાથે આ બાબતે ઝઘડો પણ કર્યો હતો પરંતુ તેણે પત્નીને પણ ધમકી આપી હતી. આખરે પત્નીએ હિમ્મત કરીને ખુદ પોતાના પતિ સામે ગઇકાલે 29 જુને ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં પિતાને ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા પિતા અને પુત્રીના મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top