ઠગ ઘરે આવીને ફૂંકણી પધ્ધતિ થી ઘૂટણનો પરૂ બહાર કાઢી આપી ચાલવાની સમસ્યા દૂર થશે તેવી ગેરંટી આપી હતી
સમગ્ર મામલે નવાપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા.26
શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ મહિલાને પગમાં ચાલવાની તકલીફ હતી એક શો રૂમના કર્મચારીની સલાહ થી એક તબીબનો સંપર્ક થયો હતો તબીબે દંપતી ને ફૂંકણી પધ્ધતિથી ઘૂંટણમાંથી પરૂ બહાર કાઢી આપી ચાલવાની તકલીફ દૂર થઇ જવાની ગેરંટી આપી હતી અને એક વારની ટ્રીટમેન્ટ ના રૂ.2500 ફી બતાવી દંપત્તિને વિશ્વાસમાં લઈ રૂ.4,00,000 પડાવી લીધા પછી આવવાનું બંધ કરી દીધું હતું બીજી તરફ વયોવૃદ્ધ મહિલાને પગમાં ઠીક ન થતાં આખરે દંપતિએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નવાપુરા વિસ્તારમાં આર.વી.દેસાઇ રોડ ખાતે જયનગર સોસાયટીમાં મકાન નંબર 21 ખાતે આશરે 82 વર્ષીય વિનોદચંદ્ર ભાનુચંદ્ર પંડ્યા તથા તેમના આશરે 76 વર્ષીય પત્ની પ્રતિમાબેન પરિવાર સાથે રહે છે.વિનોદચંદ્ર પંડ્યા પ્રિયલક્ષ્મી મિલમાં થી નિવૃત્ત જીવન વીતાવે છે તેમના પત્ની પ્રતિમા બેનને ચાલવાની તકલીફ છે.ગત તા.21ફેબ્રુઆરી,2022મા દંપતી જેતલપુર રોડ, ચકલી સર્કલ નજીક આવેલા મેસર્સ વિજય સેલ્સ ના શો રૂમમાં ગયા હતા જ્યાં પ્રતિમાબેનને ચાલવાની તકલીફ જોતાં ત્યાં હાજર એક નિતીન અગ્રવાલ નામનો ઇસમે દંપતિ પાસે આવીને જણાવ્યું હતું કે પોતાની માતાને પણ આવી તકલીફ હતી જે ડોક્ટર સિદ્દીકી પાસે સારવાર કરાવતા ઘૂંટણની તકલીફ સારી થઈ ગઈ છે તમે પણ ડોક્ટર સિદ્દીકી પાસે સારવાર કરાવશો તો સારું થ ઇ જશે તેમ જણાવી પ્રતિમાબેનનો મોબાઇલ નંબર ડો.સિદ્દીકીને આપ્યો હતો ત્યારબાદ ગત તા.23 ફેબ્રુઆરી,2022ના રોજ ડો.સિદ્દીકી વયોવૃદ્ધ દંપતી ના ઘરે પહોંચી ફૂંકણી પધ્ધતિથી ઘૂંટણમાંથી પરૂ ખેંચવાથી એક માસમાં સારા થઈ જશે અને તેના માટે એક વારની સારવાર માટે રૂ.2500નો ખર્ચ થશે તેમ જણાવતા દંપતીએ સહમતી આપી હતી ત્યારબાદ ડો.સિદ્દીકીએ પ્રાયોગિક ધોરણે સારવાર શરૂ કરી હતી અને સારવારનો કુલ ખર્ચ રૂ 4,00,000માગતા દંપતીએ રૂ.4,00,000ની રકમનો નામ વગરનો ચેક આપ્યો હતો જે ચેક ડો.સીદ્દીકીએ તેમના ઓળખીતા પ્રફુલતાબેન સત્યવાન પાટીલ નું નામ લખી તેમના AU સ્મોલ બેંકનાં ખાતામાં વટાવી રૂપિયા ઉપાડી લીધા હતા ત્યારબાદ સારવાર પૂર્ણ કરી થોડાક સમય બાદ વયોવૃદ્ધ દંપતીના ઘરે આવવાનું બંધ કરી દીધું હતું આ તરફ પ્રતિમા બેનને પગમાં કોઇ રાહત થઇ ન હતી બીજી તરફ ડો.સિદ્દીકીએ કોઇ સંપર્ક ન કરતા આખરે દંપતીએ ખોટો વાયદો કરી રૂપિયા પડાવી વિશ્વાસઘાત કરવા અંગેની નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.