કાલોલ:
ઘુસરના જાગૃત નાગરિક કરશનભાઈ નજરૂભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલ ના ઈ ટી.ડી.ઓ ને તા.૫/૮/૨૦૨૫ ના રોજ લેખિતમાં ખોટા ખોટા કરેલા કામોની વિગતો સાથે આવેદનપત્ર આપ્યું હતુ, ત્યારે આ ભ્રષ્ટાચારને લઈને અનેક અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કાલોલ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ દ્વારા સ્થળ તપાસ કરી હતી. તા ૧૨/૦૯/૨૦૨૫ ના રોજ ઘૂસર ગામે મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર જે.સી.બી મશીન દ્વારા કપચી ભરીને નાંખવા આવી હતી. ત્યારે મનરેગા યોજનાના નીતિ નિયમોના ધજાગરા ઉડાવીને કામો મશીનરી દ્વારા કરવામાં આવ્યા છે. જે કામો સ્થળ ઉપર થયા નહતા તેમ છતાં તેના લેબરોના રૂપિયા ઉપડ્યા હતા તેની તપાસ તટસ્થ કરવા માંગ કરી હતી. જેના પરિણામે શુક્રવારે જીલ્લા વિકાસ અધિકારી અને તેઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તાનું નિરીક્ષણ કર્યું જેનો વિડિઓ વાયરલ થયો છે.
આ સમયે સરપંચ, કાલોલ ટીડીઓ તેમજ આસી. ટીડીઓ તથા મનરેગા યોજનાના એપીઓ પણ હાજર જોવા મળે છે. જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બારોબાર ઉપાડેલા કામ અંગેનુ એસ્ટિમેટ માગ્યું હતું અને રોજકામ કરાવી જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવાની વાત સ્પષ્ટ સંભળાઈ રહી છે.”કચેરીએ શુ ચકાસણી કરી” તેવુ પણ કહેવામાં આવ્યુ છે.આ ઉપરાંત કાલોલના એક કોન્ટ્રાકટર નુ નામ લઈને એમને પણ બોલાવો એવુ કહી રહ્યા છે. સમગ્ર બાબતે આ મુદ્દો જીલ્લામાં ચર્ચામાં આવ્યો છે.