Vadodara

ઘર બનાવવા રૂપિયાની માગણી કરી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરિયાં સામે ફરિયાદ

“તું મેન્ટલ છે” તેમ કહી સાસુ, સસરા,નણંદ,નણદોઇ અને પતિ ઝઘડો કરતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 14

શહેરના સુશેન તરસાલી રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને ઘર બનાવવા રૂપિયાની માગણી કરી “તું મેન્ટલ છે”તેમ કહી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂક્યા બાદ બાળકને ન મળવા દેતાં સાસરિયાઓ વિરુદ્ધ પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સુશેન -તરસાલી રોડ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ કોમ્પલેક્ષ પાછળના દિવ્યવન ફ્લેટમાં રહેતા સરિતા નંદકિશોર યાદવ નામની 27 વર્ષીય પરિણીતા પોતાના પતિ અને છ માસના બાળક સાથે ભાડેથી રહે છે. વર્ષ -2023મા સરિતાબેનના નંદકિશોર યાદવ સાથે પ્રેમલગ્ન -કોર્ટમેરેજ થયા હતા પતિ મોબાઇલ એસેસરીઝનુ કામ કરે છે જ્યારે સરિતાબેન શહેરના મકરપુરા ડેપો ખાતે આવેલા ભિષ્મ એન્ટરપ્રાઇઝમા ફરજ બજાવે છે. લગ્ન બાદ તેઓ તરસાલી વિસ્તારમાં આવેલા દામોદર નગરના મકાન નંબર 83મા સાસરીના મકાનમાં સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ સરિતાબેનના નણંદ માયાબેન ચરિત્ર અંગે ખરાબ ટિપ્પણી કરતા સરિતાબેને વિરોધ કર્યો હતો ત્યારે નણંદ માયાબેન અને નણદોઇ હરિઓમ ઠક્કર માનસિક ત્રાસ ગુજારતા બીજી તરફ સાસુ પ્રેમવતીબેન પણ ઘરના કામકાજને લઈને અવારનવાર મહેણાં ટોણાં મારી પરેશાન કરતા હતા તથા નાની નાની બાબતે બહાનું કાઢીને માનસિક અને શારીરિક રીતે હેરાનગતિ કરી ઘરમાંથી કાઢી મૂકતાં હતા જ્યારે સરિતાબેન આ બાબતે પતિને ફરિયાદ કરતા ત્યારે પતિ પોતાના પરિવાર નો પક્ષ લઇ મારઝૂડ કરતો તદ્પરાંત બધા ભેગા મળીને ઘર બનાવવા માટે પિયરમાંથી પૈસા લાવવાની માંગણી કરતાં હતા છતાં પરણિતા પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા અને સમાજમાં ઇજ્જત ન જાય માટે મૂંગા મોઢે બધું સહન કરતી હતી સમય જતાં સરિતાબેને એક પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મ પછી પતિ અને સાસરિયાઓ “તું મેન્ટલ છે”કહીને બાળકને લઈ લીધું હતું અને સરિતા બેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા જેથી સરિતાબેન પતિ સાથે ભાડેથી રહેતા હતા તેમ છતાં પતિ અવારનવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને છેલ્લા નવેક દિવસથી સરિતા બેનને એકલા મૂકીને કહ્યાં વિના ક્યાંક જતો રહ્યો હતો જેથી સરિતાબેન ગત તા. 13 ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ પોતાના સાસરીમાં પોતાના છ માસના દીકરા મહાવીરને મળવા ગયા ત્યારે સાસુ સસરા એ જણાવ્યું હતું કે “તારે બાળકને મળવું હોય તો મેન્ટલ હોસ્પિટલમાંથી તારું ફિટનેસ સર્ટિફિકેટ લ ઇ આવ પછી જ તને મળવા દઇશું.આમ હેરાનગતિ થી ત્રાસી આખરે પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પતિ નંદકિશોર યાદવ, સસરા દયારામ,સાસુ પ્રેમવતીબેન,નણંદ માયાબેન, તથા નણદોઇ હરિઓમ ઠક્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top