કપડવંજ: ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અસલ મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડી કપડવંજ ટાઉન પોલીસ ટીમે સારી કામગીરી કરી છે.
પોલીસ ઈન્સ્પેકટર જનકસિંહ દેવડા સર્વેલન્સ સ્કોડના માણસો સાથે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના તા.૨૦/ ૦૮/૨૦૨૫ના રોજ નોંધાયેલી ઘરફોડ ચોરીના ગુનાની તપાસમાં હતા.આ ગુનાની સ્થળ મુલાકાત દરમ્યાન સી.સી.ટી.વી. વિડીયો ફુટેજ તપાસ કરવામાં આવતા તેમાં ત્રણ ઇસમો ચોરી કરતા હોવાનું અને ચોરીનો મુદ્દામાલ લઇ જતા હોવાનું જણાઇ આવ્યું હતુ.ત્યારબાદ આ ઇસમો કોઇ વાહન લઇને આવ્યા હશે તે દિશામાં તપાસ કરતા આશરે ૨૫ જેટલા સી.સી.ટી.વી. કેમેરાઓની તલસ્પર્શી તપાસ કરી એક સી.એન.જી.રીક્ષાની તે સમયગાળામાં કપડવંજ શહેરમાં શંકાસ્પદ અવર જવર જણાઇ આવી હતી. તે રીક્ષા ડાકોર તરફ જતી હોવાનુ જણાઈ આવતા ડાકોર ખાતે લગાવવામાં આવેલા નેત્રમ સી.સી.ટી.વી. કેમેરાઓમાં ચકાસતા આ રીક્ષાનો નંબર GJ 23 AV 6134 હોવાનું શોધી કાઢી ગુનાને અંજામ આપનાર આણંદ જીલ્લાના ઓડ ગામના ત્રણ આરોપીઓને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકલીકલ સર્વેલન્સની મદદથી ઝડપી પાડી ચોરીના ઓરીજીનલ તમામ મુદ્દામાલ ચાંદીના સીક્કા,ચાંદીની મુર્તીઓ-૨, એર કુલર-૧,રોકડ રકમ, સારેગામા કારવા રેડીયો તથા ગુનાના કામે વપરાયેલી સી.એન.જી રીક્ષા મળી કુલ્લે રૂ.૧,૮૩,૦૦૦/-નો મુદ્દામાલ રીક્વર કરી મિલ્કત વિરૂદ્ધનો ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કપડવંજ ટાઉન પોલીસ ટીમ દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી.છે.
*પકડાયેલા આરોપીઓ
અતુલભાઇ કમલેશભાઈ વાઘરી,રહે.ઓડ,બસ સ્ટેશન પાછળ,બદામવાળું ફળીયું તા.જી.આણંદ
હસમુખભાઈ મહેશભાઈ તળપદા રહે.ઓડ, ગીતાનગર સામે,તા.જી. આણંદ મુળ રહે.ઉમરેઠ, અધરી વિસ્તાર,ઇન્દિરાનગરી, લીંમડીવાળું ફળીયું તા.ઉમરેઠ જી.આણંદ
જયેશભાઈ કાન્તીભાઈ તળપદા રહે.ઓડ, માડીયાનો ટેકરો,ભાથીજી મંદિર પાસે તા.જી.આણંદના ઓનો સમાવેશ થાય છે.
*આરોપીઓ પાસેથી કબ્જે કરેલો મુદ્દામાલ-*
ચાંદિના સીક્કા નંગ-૦૫ તથા મહાલક્ષ્મી મુર્તી નંગ-૦૨ મળી કુલ ૩૦૦/- ગ્રામ ચાંદિ કિંમત રૂ.૩૦૦૦૦/-,રોકડ રકમ રૂ.૪૨,૫૦૦/-,સારેગામા કારવા રેડીયો કિંમત રૂ.૫૦૦૦/-,એર કુલર કિંમત રૂ.૫૫૦૦/-,સી.એન.જી. રીક્ષા નંબર GJ 23 AV 6134 કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- મળી
કુલ્લે રૂ.૧,૮૩,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.