વિદેશ મોકલવાના બહાને અનેક લોકો સાથે લાખોની ઠગાઈ..
ભેજાબાજ ભાવિન શાહની કબૂતરબાજી મા અનેકના લાખો રૂપિયા ડૂબ્યા.
વિદેશમાં વ્યવસાય અર્થે અથવા અભ્યાસ અર્થે મોકલવાના બહાને વાઘોડિયા રોડના વિઝા કન્સલ્ટન્સે અનેક પાસેથી લાખો રૂપિયા ખંખેરીને ઓફિસને તાળા મારી દેતા કબૂતર બાજીનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો હતો.

આજની પેઢીના યુવાનોને વિદેશમાં જ વસવાટ કરવા અને અભ્યાસ અર્થે જે ઘેલછા છે તેને ઉજાગર કરતો વધુ એક બનાવ વાઘોડિયા રોડ ઉપર બન્યો હતો. પરિવાર ચાર રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સ માં ગ્લોબલ એજ્યુકેશન કન્સલ્ટન્સી ની ઓફિસ આવેલી હતી પાસપોર્ટ વિઝા અને ઇમિટેશનની કામગીરી અંગે સંચાલક ભાવિન શાહ લોભામણી લાલચ આપતી જાહેરાત મોબાઈલ અને મીડિયા દ્વારા કરતો હતો નજીવા રૂપિયામાં વિદેશમાં ઉંચા પગાર ની નોકરી અને અભ્યાસની લાલચમાં આવીને અનેક લોકોએ સંચાલકનો સંપર્ક સાંધ્યો હતો અને તેની સાથે લાંબા સમય સુધી વાતચીત કરીને સિંગાપુર થાઈલેન્ડ લક્ઝમબર્ગ સહિતના દેશોમાં જવા માટે વાટાઘાટો કરી હતી અનેક વિદ્યાર્થીઓ સંચાલકની વાતોમાં અંજાઈ ને વિદેશ જવા માટે માગ્યા મુજબ નાણા ચૂકવ્યા હતા. સેકડો લોકોના લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ ભેજાબાજે 8 થી 10 માસ પૂર્વે ઓફિસને તાળા મારી દીધા હતા અને મોબાઈલ પણ બંધ કરી દેતા વિદેશ જવા ઇચ્છતા લોકો ઓફિસ પર ધક્કા ખાતા થઈ ગયા હતા. જોકે અને એક વખત ધક્કા બાદ સ્થાનિક રહીશો એ સચોટ હકીકત જણાવતા ભેજા બાજ નો ભોગ બનેલા લોકોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. લાખો રૂપિયાની છેતરપિંડી થયા નો અહેસાસ થતાં ભોગ બનેલાઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ભેજા બાજ ને પાઠ ભણાવવા ભોગ બનેલા હોય કપુરાઈ પોલીસ મથકમાં અને પોલીસ કમિશનરને ફરિયાદ નોંધવા અરજીઓ કરતા ઠગ ભાવિન ભૂગર્ભમાં ઉતરી ગયો હતો
બે માસમાં વિઝાના બહાને બે લાખ ખંખેર્યા
લક્ઝમબર્ગ જવાની પ્રબળ ઈચ્છા ધરાવતાકરજણના પ્રિન્સ હસમુખભાઈ સુથારે બે લાખ રૂપિયા આપી દીધા હતા. તેણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સાડા ચારથી પાંચ લાખ રૂપિયામાં વિદેશ મોકલી આપશે. તેવી લાલચ આપીને એડવાન્સ બે લાખ રૂપિયા લીધા હતા સમય મર્યાદા કરતા વધુ છ માસ નીકળી ગયા બાદ તપાસ કરતા ભેજા બાદ ભાવિન નો મોબાઇલ બંધ આવતો હતો અને ઓફિસનું બોર્ડ ઉતરી ગયું હતું તેમજ તાળા જોવા મળ્યા હતા. રડમસ ચહેરે તેણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મારી વિદેશમાં નોકરી અર્થે મારા માતા પિતા પાસે નાણા ન હોવા છતાં સગા સંબંધીઓ પાસેથી હાથ ઉંચીના સાડા ચાર લાખ રૂપિયા લીધા છે તેમાંથી બે લાખ રૂપિયા ભાવિન ને આપ્યા છે લક્ઝમબર્ગ માટે મહિનાઓ સુધી ધક્કા ખાધા બાદ પણ વિઝા ના મળતા અમોએ નાણા પરત માં ગયા હતા. જેથી ભાવિને સિંગાપુર મોકલવાનુ પ્રલોભન આપ્યું હતું . ત્યાંની 15 કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપવા એડ્રેસ આપ્યા હતા ત્યાં ગયા પાછું કોઈની કોઈ મદદ જ ના મળી. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિદેશમાં જતા પૂર્વે તમામ ચકાસણી કરીને જ રવાના થવું કંપનીના સ્પોન્સરશિપની કોઈ ગેરંટી નથી બનાવટી પણ નીકળે છે અને નોકરી મળતી નથી જેના કારણે ગેરકાયદેસર રીતે વિદેશમાં અન્ય જગ્યાએ ઓછા મહેનતાણા થી નોકરી કરવી પડે છે.
ભાવિન વિઝાના ખંખેરેલા નાણા અન્ય વ્યવસાયમાં રોકે છે.
કબુતર બાજુ નો ભોગ બનેલા એક યુવકે તો એમ પણ જણાવ્યું હતું કે ભેજા બાદ ભાવિન શાહ દર્શનમમાં રહે છે સવારે 6:00 વાગ્યા પહેલા ઓફિસ ખોલીને પોતાનું કામકાજ કરી લે છે વિઝા કન્સલ્ટિંગના બહાને ખંખેરેલા લાખો રૂપિયા રીયલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રોમાં રોકીને જલસાથી જીવન જીવે છે. બે પાંચ લાખ સુધીની રકમ તો સેંકડો લોકો પાસેથી લીધી છે તેની ઓફિસ બંધ જોઈને અનેક લીલા તોરણે પાછા જાય છે.
લાખ લીધા બાદ ઢોર માર મારીને ખોટા કેસ મા ફસાવી દેવાની ધમકી આપી.
ગ્લોબલ કન્સલ્ટન્સીના સંચાલક ભાવિન સાહેબ ઓસ્ટ્રેલિયામાં અપાવવાની લાલચ આપીને ₹1,80,000 લઈ લીધા હતા એવું ભાવસાર દીપેન દિલીપભાઈએ (શ્રી હરિ સોસાયટી કલાદર્શન ચોકડી વાઘોડિયા રોડ) જણાવતા આક્રોશ ઠાલવ્યો હતો કે મારી મારી માતાના ખાતામાંથી ૮૦ હજાર રૂપિયા ઉપરાંત ટૂંકડે ટુકડે રોકડ તેમજ બેંક ટ્રાન્જેક્શન સહિત મળીને ચાર લાખ રૂપિયા ભાવીને ખંખેરી લીધા હતા. લાંબા સમય સુધી વર્ક પરમીટ ની કોઈ કામગીરી ના થતા હું મારા ભાઈઓ તેમજ મિત્રો તેની ઓફિસે નાણા પરત માગવા ગયા હતા જ્યાં તેણે તકરાર ઊભી કરીને અમારી સાથે ઝપાઝપી કરી હતી તેમજ ધમકી આપી હતી કે ઓફિસમાં નાણા માગવા આવશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ તે બાબતની અરજી અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં પણ કરી છે.