ગ્રીસનો ખોટો સ્પોન્સર લેટર આપી રૂ.9લાખ પડાવ્યા જ્યારે અન્ય એકને ઓસ્ટ્રેલિયાના ખોટા વિઝીટર વીઝા બનાવી આપી રૂ.15લાખ પડાવ્યા
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
શહેરના તાંદલજા માં વિઝાનું કામ કરતા એજન્ટે દશરથ ગામના એક વ્યક્તિને ગ્રીસ દેશની મરીના એથેન્સ હોટેલમાં નોકરી અપાવવા અને વિઝાના નામે કુલ રૂ 9લાખ પડાવી ગ્રીસનો ખોટો સ્પોન્સર લેટર આપી છેતરપિંડી કરી હતી બીજી તરફ અન્ય એક વ્યક્તિ પાસેથી ઓસ્ટ્રેલિયાના પી.આર. વીઝા કાઢી આપવાના નામે ખોટા વીઝા આપી રૂ.15 લાખ પડાવી લ ઇ બે લોકો પાસેથી કુલ રૂ 24લાખ પડાવી લેનાર વિઝા એજન્ટ વિરુદ્ધ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના રમજીતગંજ ગામના વતની અને હાલમાં દશરથ ગામે સોહમ વિલામાં ભારતી અજયકુમાર સિંગ પરિવાર સાથે રહે છે તેમના પતિ અજયકુમાર સિંગ ગુડગાંવ ખાતે ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે તેઓ વર્ષ 2014-15મા શહેરના અલકાપુરી ખાતે આવેલા કોલેબરા નામની કંપનીમાં નોકરી કરતા હતા તે દરમિયાન સાથી કર્મચારી દ્વારા વિઝાનું કામ કરતા તાંદલજાના દારુઉલુમ મીરાન રેસિડેન્સી ખાતે રહેતા તરન્નુમ પઠાણ સાથે પરિચય થયો હતો.જુન-2024મા ગ્રીસ દેશની એથેન્સ હોટેલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરવા ઇચ્છતા લોકોને વોટ્સએપ મારફતે તરન્નુમ પઠાણે મેસેજ કરતાં અજયકુમાર સિંગે તરન્નુમ પઠાણનો સંપર્ક કરી ગ્રીસ જવાની વાત કરી હતી જે માટેની પ્રોસેસ માટે તરન્નુમ પઠાણે અજયકુમાર સિંગ ને 9,50,000નો ખર્ચ થશે તેમ જણાવતા અજયકુમારે ઓનલાઇન બે લાખ રૂપિયા તરન્નુમ પઠાણના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ તરન્નુમ પઠાણે ગ્રીસનો સ્પોન્સર લેટર આપી વધુ પાંચ લાખની માંગણી કરતાં અજયકુમાર સિંગે તબક્કાવાર ઓનલાઇન તથા ચેકથી પાંચ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. તરન્નુમ પઠાણે અજયકુમાર ને બાયોમેટ્રિક અને સ્ટેમપીગ માટે કનોટ પેલેસ દિલ્હી મોકલ્યા હતા પરંતુ ત્યાં કોઈ એપોઇનમેન્ટ ન હોય તેઓ પરત આવ્યા હતા અને અમદાવાદ ખાતે રૂ.11,750ચૂકવ્યા હતા ત્યારબાદ સ્પીડ પોસ્ટથી પાસપોર્ટ સ્ટેમપીગ થઈ ગયો છે સમીર ખંડેલવાલ ના નામે તરન્નુમ પઠાણે કોલ કરી જણાવી બાકીના રૂ 2 લાખ માંગતા અજયકુમાર સિંગે તરન્નુમ પઠાણના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા ત્યારબાદ તરન્નુમ પઠાણે પાસપોર્ટ કે વીઝા ન આપતા અજયકુમાર સિંગે પૈસાની માગણી કરી હતી પરંતુ તેણે સમીર ખંડેલવાલ ફોન ઉપાડતો નથી તેમ જણાવી જવાબ આપવાનું બંધ કરી દીધું હતું બીજી તરફ જાણવા મળ્યું હતું કે સમીરનું સાચું નામ અર્જુન વાસુદેવ ચન્દ્રા છે અને આ તે વેસ્ટ બંગાળ નો છે બંનેએ રૂ.9,00,000ની છેતરપિંડી કરી ગ્રીસનો ખોટો સ્પોન્સર લેટર આપ્યો હતો .
અન્ય એક તાંદલજા વિસ્તારમાં આવેલા ગુલીસ્તા બંગલોઝમા રહેતા મોહંમદ નાવેદ અલી મુસ્તાક અલી સૈયદનાઓ પાસેથી ઓસ્ટ્રેલિયા જવાના પી.આર.વીઝાના નામે તા.31-05-2024 થી 30-07-204સુધીમા બેંક એકાઉન્ટ મારફતે રૂ.15લાખ પડાવી લઇ ઓસ્ટ્રેલિયા ના વિઝીટર વીઝા આપી બેન્કોક -થાયલેન્ડ થી ઓસ્ટ્રેલીયા મોકલી દીધા હતા જ્યાં બેન્કોક એરપોર્ટ પર ઇમીગ્રેશન વિઝીટર વીઝા ચેક કરતાં ફેક વીઝા આપ્યા હતા આમ બે લોકો પાસેથી કુલ રૂ 24 લાખ પડાવી લ ઇ વિશ્વાસઘાત કર્યાની જે.પી.પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
