વર્ષોથી ચાલતા કોન્ફોનેટ ઇ -પોર્ટલ સરકારે બંધ કરી નવા ઇ-જાગૃતિ પોર્ટલ શરૂ કર્યું પરંતુ જૂના ડેટા નવા ઇ પોર્ટલમા ટ્રાન્સફર ન કરતાં જૂનાં કેસોના નંબર શોધવા મુશ્કેલ બન્યા
વડોદરાના ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં બે કોર્ટ ચાલે છે ત્રીજી કોર્ટને મંજૂરી તો મળી પરંતુ સ્ટ્રક્ચર જ તૈયાર નથી?
ડિજિટલ યુગમાં પણ હાથથી લખેલા રજીસ્ટરમા કામગીરી કરવામાં આવી રહી છે




જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ કચેરી ખાતે વર્ષોથી ચાલતા કોન્ફોનેટ ઇ પોર્ટલ છેલ્લા ત્રણ મહિનાથી બંધ તથા નવા ઇ જાગૃતિ પોર્ટલમા જૂના ડેટા ટ્રાન્સફર કરવામાં સમય લાગી રહ્યો હોવાથી ગ્રાહકોને હાલાકી વેઠવી પડી રહી છે.બીજી તરફ સમગ્ર ગુજરાતમા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં 80% પ્રેસિડેન્ટ અને મેમ્બર તથા ક્લેરિકલ સ્ટાફની અછતને કારણે કેસોનું ભારણ વધ્યું છે.

ગ્રાહક તકરાર નિવારણ આયોગ એ રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યરત એવું મિકેનિઝમ છે કે જે રાજ્ય અને કેન્દ્ર સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ની બાબતોના વિભાગ અંતર્ગત પ્રસ્થાપિત કરવામાં આવેલું છે.ગ્રાહકોની તકરારના નિવારણ માટે છેલ્લા ઘણાં વર્ષોથી કોન્ફોનેટ ઇ પોર્ટલના માધ્યમથી સમગ્ર ભારતના રાજ્ય કમિશન તથા જિલ્લા કમિશનના ડેટાબેઝ કોન્ફોનેટ ઇ -પોર્ટલ પર રજીસ્ટર થાય છે અને સમયાંતરે અપડેટ થતા હોય છે અને આ રીતે ગ્રાહક (ફરિયાદી)એ જેની સામે ફરિયાદ કરી હોય તે સામેવાળા પક્ષ,કમિશન સહિત લાગતા વળગતા તમામ વહીવટી સ્ટાફને કોઇપણ પ્રકારની માહિતી આ ઇ પોર્ટલના માધ્યમથી મળી જતી હતી પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી આ કોન્ફોનેટ ઇ -પોર્ટલની સેવાઓ બંધ પડી છે જેના કારણે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે દાખલ થયેલી,ચાલી રહેલી ફરિયાદ અને અપિલ નું સ્ટેટસ,કોઝ લિસ્ટ,ડેઇલી બોર્ડ,ચૂકાદાની ઓનલાઇન નકલ જેવી અન્ય અસંખ્ય બાબતો સમગ્ર ભારતમાં ગ્રાહકો,કમિશનના હોદ્દેદારો, કર્મચારીઓ,ને હાલાકી ભોગવવી પડી રહી છે ઇ દાખલા,હિયરીગ વિડિયો કોન્ફરન્સિગ તારીખ તથા કેસ નંબર માટેના ટેક્ષ્ટ મેસેજ જેવી સુવિધાઓ બિલકુલ બંધ થઇ ચૂકી છે જેના કારણે જૂની પધ્ધતિ અપનાવી રજીસ્ટર નિભાવવા પડી રહ્યા છે અને હસ્ત લિખિત ડેઇલી બોર્ડ,કોઝ લિસ્ટ તૈયાર કરવું પડે છે આ રીતે ભૌતિક રીતે ફાઇલોનો ભરાવો થઇ રહ્યો છે.
સરકારે ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા વર્ષોથી ચાલતા કોન્ફોનેટ ઇ-પોર્ટલને બંધ કરી ઇ-જાગૃતિ પોર્ટલ જાન્યુઆરી માસમાં શરૂ કર્યું હતું પરંતુ જૂના ઇ પોર્ટલના પેન્ડિંગ કેસો,અપિલ, ચૂકાદા સહિતના ડેટા નવા ઇ-જાગૃતિ પોર્ટલમા ટ્રાન્સફર કર્યા નથી કે સેવ ન કરવાથી ગ્રાહકોને પોતાના કેસ નંબર સહિતની માહિતી જ મળતી નથી તથા નવા ગ્રાહકે (ફરિયાદીએ) અથવાતો પક્ષકારોએ ફિજીકલ ફરિયાદ કરવી પડે છે.બીજી તરફ ઇ-જાગૃતિ ઇ પોર્ટલ અંગેની જાણકારી અને માહિતીથી ઘણા લોકો વાકેફ પણ નથી.ડિજીટલ યુગમાં ફિઝીકલી રજીસ્ટર નો ઉપયોગ કરવામાં આવે છે.
વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી નજીક આવેલ ગ્રાહક ભવન ગુજરાત રાજ્યની બિલ્ડિંગ ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ વડોદરાની કચેરીમાં છેલ્લા ત્રણેક માસથી કોન્ફોનેટ ઇ -પોર્ટલ બંધ છે અહીં આ કોર્ટમાં નીચે અને ઉપરના માળે બે કોર્ટ ચાલે છે જેમાં એક કોર્ટમાં એક રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા બે મેમ્બર છે જેમાં હાલ એન.પી.સૈયદ છે તે જ રીતે બીજી કોર્ટમાં પણ આર.એલ.ઠક્કર તથા બે મેમ્બર છે જેમાં જજ સુરતથી એ પોઇન્ટ કરેલા છે બીજી તરફ બે મેમ્મરમાથી એક મેમ્બર વડોદરા તથા અમદાવાદ એમ બે કોર્ટમાં કામ કરે છે.વડોદરા શહેરના આ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ ની કોર્ટમાં છેલ્લા ઘણાં સમયથી સ્ટાફની અછત છે જેમાં બંને કોર્ટમાં મુખ્ય સ્ટેનોગ્રાફર પણ કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવી રહ્યા છે અહીં મોટાભાગે ક્લેરિકલ સ્ટાફ કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવી રહ્યો છે જેમાં વારંવાર જોબ જોડીને જતાં અન્ય નવા લોકો કોન્ટ્રાક્ટ હેઠળ આવે છે જેઓને તાલીમ આપતા ત્રણ થી ચાર માસ થાય છે અને તેઓ વર્ષ બે વર્ષ અથવાતો છ મહિના બાદ જોબ છોડીને જતા રહે છે.અહી વડોદરામાં આમ તો ઘણાં ગ્રાહક સુરક્ષા મંચ છે પરંતુ સક્રિય રીતે ચાર પાંચ ગ્રાહક સુરક્ષા મંડળ જ કાર્યરત કહી શકાય.અહી બે મહિના અગાઉ જ ત્રીજી કોર્ટની મંજૂરી મળી તો ગઈ છે પરંતુ તેના માટે બિલ્ડિંગમાં સ્ટ્રક્ચર તૈયાર નથી અને તેના કારણે જજ અને મેમ્બર ને નિયુક્ત કરવામાં વિલંબ થ ઇ રહ્યો છે આ રીતે વડોદરામાં જૂના કોન્ફોનેટ અને નવા ઇ-જાગૃતિ ઇ પોર્ટલ બંધ હોવાથી સાથે જ કાયમી સ્ટાફની અછત અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ હેઠળ ભરતી આ તમામ પરિબળોને કારણે અંદાજે છ થી સાત હજાર કેસો પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ વડોદરાની કોર્ટમાં ફિજીકલ સુનવણી હાથ ધરવામાં આવે છે અહીં માત્ર કાયમી સ્ટાફમા બે જ પદ કાર્યરત છે જેમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને સિનિયર ક્લાર્ક તે સિવાય કોન્ટ્રાક્ટ હેઠળ માણસો બજાવી રહ્યા છે.જેથી ગ્રાહકોને અને કોર્ટને પણ તકલીફ પડી રહી છે.
અહીં સ્ટાફની ભરતી માટે અમે હાઇકોર્ટમાં પીઆઇએલ કરેલી છે તદ્પરાંત સરકારને પણ અવગત કર્યા છે
જિલ્લા આયોગમાં અનેક જગ્યાઓ ખાલી છે અહીં આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને સિનિયર ક્લાર્ક બે જ કાયમી સ્ટાફ છે જ્યારે જિલ્લા કમિશનમાં કાયદા મુજબ કોર્ટમાં એક પ્રેસિડેન્ટ જજ એક મહિલા સભ્ય (જજ) અને એક પુરુષ સભ્ય (જજ) તે જ રીતે બીજી કોર્ટમાં પણ આ રીતે છે જ્યારે ત્રીજી કોર્ટને બે મહિના અગાઉ જ મંજૂરી મળી ગઇ છે પરંતુ બિલ્ડિંગ સ્ટ્રક્ચર તૈયાર નથી જેથી તેઓની એપોઇનમેન્ટ બાકી છે બીજી તરફ વહિવટી જગ્યાઓ ખાલી છે ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેકટર,સ્ટેનો ની ભરતી લાંબા સમયથી થઈ નથી અને અહીં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મીઓને તાલીમ આપવામાં ત્રણ ચાર મહિના લાગે ત્યારબાદ તેઓ થોડોક સમયાંતરે ઘણા ખરા કર્મચારીઓ જોબ છોડીને જતા રહે છે આ બધા પરિબળોને કારણે આજે વડોદરામાં જ છ થી સાત હજાર કેસો પેન્ડિંગ છે.સરકારે બિનજરૂરી વિસંગતતાઓ દૂર કરી જૂના ઇ પોર્ટલના એટલે કોન્ફોનેટ ના ડેટા નવા ઇ જાગૃતિ પોર્ટલમા ટ્રાન્સફર કરી સેવાઓને સુચારુ રીતે થાય તે દિશામાં કામ કરે તો ગ્રાહકો ની ફરિયાદોના નિવારણના કેસો બિનજરૂરી વિલંબ થ ઇ રહ્યો છે તેમાં પ્રગતિ થાય જેના કારણે કેસોનું ભારણ ઘટી શકે
-દિનેશ લાલવાણી, પ્રેસિડેન્ટ -ગ્રાહક સુરક્ષા જાગૃતિ મંચ, વડોદરા
