Vadodara

ગોલ્ડન ચોકડી પાસેની પકવાન રેસ્ટોરન્ટની દાળ ફ્રાયમાંથી વાંદો નીકળ્યો


હોટલ માલિક નોઉદ્ધત જવાબ : અમારૂ રસોડું ચોખ્ખું જ છે
પ્રતિનિધિ વડોદરા તા 25
વડોદરા શહેર મા એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી તરફ જતા એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં આજે બપોરે લંચ દરમિયાન એક ફેમિલીને ફિક્સ લંચમાંથી વંદો નીકળ્યો હતો. આ બાબતે હોટલ સ્ટાફને જાણ કરતા બહુ ખરાબ રીતે જવાબ મળ્યો હતો.
હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નાની મોટી હોટલો કે રેસ્ટોરન્ટ માંથી જમવામાંથી વંદા ગરોળી કે અન્ય જીવજંતુઓ મળવા ના ખાસ બનાવો જોવા મળ્યા છે. ખાસ કરીને તેમાં ગરમાગરમ વાનગી બનાવતા હોટલોમાં ખાસ મળતી હોય છે.
એરપોર્ટ સર્કલ તરફથી ગોલ્ડન ચોકડી તરફ જતા આવેલી પકવાન રેસ્ટોરન્ટ માં આજરોજ એક ફેમિલી જમવા માટે ગયું હતું. તેઓએ જમવામાં ચાર પંજાબી ફિક્સ થાળી મંગાવી હતી. જેની અંદર જમવાનું જ્યારે પતી જવા આવી ત્યારે દાલ ફ્રાયમાંથી વંદો નીકળ્યો હતો. આ બાબતે હોટલ ના સ્ટાફ એમ જ મેનેજમેન્ટ જોડે વાત કરતા તેઓએ બહુ ખરાબ રીતે જવાબ આપ્યો હતો. તેઓનું કહેવું છે કે અમારું રસોડું ચોખ્ખું છે અને દરેક ખાદ્ય સામગ્રી ઢાંકીને રાખવામાં આવે છે. તો સવાલ એ થાય છે કે દાલ ફ્રાયમાં વંદો ક્યાંથી આવ્યો? આ ઉપરાંત મેનેજમેન્ટ એ એવું કહ્યું તમારાથી થાય એ કરી લો તેમ જ અમને જે ઠીક લાગે કરો. અમારી કોઈ જાતની ભૂલ નથી. આ બાબતે શહેરમાં જ્યારે પણ કોઈ તહેવાર આવે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મોટી હોટલોમાં ચેકિંગ માટે જતી હોય છે જ્યારે શહેરના છેવાડે આવેલી હોટલોમાં કેમ ચેકિંગ કરવામાં આવતું નથી તે પણ એક તપાસનો વિષય છે.

Most Popular

To Top