Vadodara

ગોલ્ડન ચોકડીની સંગમ હોટલના માલિકના પુત્રે યુવતીના ન્યુડ ફોટા બનાવ્યા, શારીરિક સંબંધ રાખવા ધમકી આપી

યુવતી ના ઘરે જઈને દર મહિને રૂપિયા બે હજાર આપવા પડશે તેમ કહી ધમકાવી, આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો

વડોદરા તારીખ 25
ગોલ્ડન ચોકડી પાસે પ્રખ્યાત સંગમ હોટલના સંચાલકના પુત્રે યુવતીનો ફોટો ન્યૂડ બનાવીને યુવતી પાસે રૂપિયા માંગવા સાથે શારીરિક સંબંધની માંગણી કરી ધમકી આપી હતી. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આરોપીએ કોર્ટમાં અરજી દાખલ કરાવતા કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી રદ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી વિસ્તારમાં પ્રખ્યાત સંગમ હોટલના સંચાલકના પુત્ર સૌરભ શર્માએ સોશિયલ મીડીયા પરથી એક યુવતીનો ફોટો ડાઉનલોડ કર્યો હતો. ત્યારબાદ તેને મોડીફાય AI દ્વારા ન્યૂડ બનાવી દીધો હતો. ત્યારબાદ આ ફોટો યુવતીને મોકલીને તેને બ્લેકમેઇલ કરતો હતો. દરમિયાન સૌરભ શર્મા યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને તેની સાથે રૂપિયા બે હજાર દર મહીને આપવા પડશે તેમ કહી ખંડણી માંગી હતી. જો રૂપિયા આપવા ના હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે તેવી સૌરભ શર્માએ ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈને દોડી ઘરમાંથી ભાગીને સોસાયટીના ગાર્ડ પાસે જતી રહી હતી. ત્યારબાદ આ સૌરભ શર્મા તેની કાર લઈને ભાગી ગયો હતો. જેથી યુવતીએ આરોપી સૌરભ શર્મા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે ધરપકડથી બચવા માટે આરોપી નાસતો ફરતો હતો.દરમિયાન પોલીસ દ્વારા આરોપી સૌરભ શર્માની ધરપકડ કરાઈ હતી. દરમિયાન આરોપીએ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે અને આરોપીને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

Most Popular

To Top