Vadodara

ગોરવા વિસ્તારમાં ડોક્ટર દ્વારા બ્યુટી પાર્લર સંચાલિકા પર દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વારંવાર શોષણ

પરિવારને સંબંધની જાણ થતાં અન્યત્ર લગ્ન નક્કી કરતા ભાંડો ફૂટ્યો

ફરિયાદ બાદ આરોપી દાહોદનો ડોક્ટર ફરાર, એસીપી દ્વારા તપાસ શરૂ
વડોદરા:
વડોદરાના ગોરવા વિસ્તારમાં એક ડોક્ટરે લગ્નની લાલચ આપી બ્યુટી પાર્લર સંચાલિકા યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલે યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આરોપી ડોક્ટર મૂળ દાહોદનો રહેવાસી છે. અગાઉ તરસાલી વિસ્તારમાં તેની ક્લિનિક હોવા દરમિયાન યુવતીને કરંટ લાગતા સારવાર માટે ત્યાં જતા બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ આરોપીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ દરમિયાન ડોક્ટરના પરિવારજનોને આ સંબંધ અંગે જાણ થતાં તેમણે અન્ય જગ્યાએ તેના લગ્ન નક્કી કરી દીધા હતા. ત્યારબાદ યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખી આ દુષ્કર્મ કેસની તપાસ એસસી-એસટી સેલના એસીપીને સોંપવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ડોક્ટર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top