આધાર હોસ્પિટલ દુષ્કર્મ કેસની તપાસ અન્ય અધિકારીને સોંપતા પીઆઈ કે એન લાઠીયા ગુંચવાયા
ડોક્ટરને કેસની પતાવટ માટેનો પ્લાન ફ્લોપ થતા પીઆઇના ઉચ્ચ અધિકારીની કચેરીના ધક્કા શરૂ
આધાર હોસ્પિટલના તબીબ સાથે પીઆઈએ સિક્રેટ મીટીંગનો દોર પણ શરૂ કર્યો
વડોદરા તા.18
ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આધાર હોસ્પિટલમાં નર્સ પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરાઈ હતી.ત્યારે સમગ્ર કેસની તપાસ અન્ય અધિકારીને સોંપી દેવાતા પીઆઈને પોતાના સમગ્ર કેસ પતાવી દેવામાં કાવતરા પર પાણી ફેરવાતું હોય તેવો આભાસ તથા પીઆઈ દ્વારા હોસ્પિટલના ડોકટર સાથે સિક્રેટ મીટીંગ શરૂ કરવા સાથે ઉચ્ચ અધિકારીઓ સુધી પર કેસની પતાવટ માટે દોડ લગાવવાનું શરૂ કર્યું છે.પોલીસ દ્વારા કેમ હજુ હોસ્પિટલના ડોક્ટર તથા અન્ય સ્ટાફના નિવેદન લેવામાં નહીં આવતા તેને લઈને ઘણી શંકાઓ ઉપજી રહી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી પાસે આવેલા આધાર હોસ્પિટલમાં નર્સ ને ઉંચકીને ત્યાંજ રેડીયોલોજી વિભાગમાં નોકરી કરતા અશરફ ચાવડા દ્વારા ઓપરેશન થીયેટરમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પરંતુ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એન લાઠીયા દ્વારા હોસ્પિટલનું નામ બદનામ ન થાય તથા આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવી પડી હતી. દુષ્કર્મ તથા એટ્રિસીટીનો ગુનો નોંધાયો હોય સમગ્ર કેસની તપાસ એસ સી એસ ટી સેલને તપાસ સોંપવામાં આવી છે. જેના કારણે હવે પીઆઈ લાઠીયાના હાથમાંથી સમગ્ર કેસ છૂટતો હોય તેવું લાગતા હવે પીઆઈ દ્વારા હોસ્પિટલના ચક્કર લગાવવા સાથે આધાર હોસ્પિટલના તબીબ સાથે સિક્રેટ મીટીંગ કરવામાં આવી રહી અને આરોપીને કેવી રીતે બચાવવો તેનો તખતો ગોઠવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ડોક્ટરનો આ સમગ્ર ઘટનામાં કોઈ વાળ વાકો ન થાય તેના માટે પણ પીઆઈ દ્વારા ઉચ્ચ અધિકારીઓની કચેરી સુધી દોડ લગાવવાનું શરૂ કરું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
– આરોપીના 3 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા 2 દીના મંજૂર કરાયા
એસ સી એસટી સેલ ના અઢી કરી એસીપી ચંદ્રરાજ સોલંકી દ્વારા આરોપી અશરફ ચાવડાની વધુ પૂછપરછ કરવા માટે 18 જાન્યુઆરી રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટ સમક્ષ 3 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી જોકે કોર્ટ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી અધિકારી દ્વારા હોસ્પિટલમાં તપાસ કરી ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે ઓપરેશન થીયેટરમાં ઘણા આધારભૂત અને ઘટના અંગે મહત્વ પુરાવા એકત્ર કરવામાં આવશે.