Vadodara

ગોરવામાં ધારાસભ્ય કેયુર રોકડીયાના પ્રયાસોથી જન સેવા કેન્દ્રનો પ્રારંભ


સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના પ્રયાસોથી આજરોજ ગોરવા, સુભાનપુરા – લક્ષ્મીપુરા સુધીનો ભાગ, ઊંડેરા, કરોળિયા, રિફાઇનરી રોડ વિસ્તારના નાગરિકોના ઘરઆંગણે સરકારી સુવિધાઓનો લાભ મળી રહે તે માટે કલેકટરની ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના હસ્તે જન સેવા નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા ધ્વારા જણાવાયુ હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારના ભુપેન્દ્રભાઈ પટેલ જેવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને જે રીતે લોકોને સરકાર ડોર સ્ટેપ સુધી સુવિધા આપવા તત્પર છે. છેવાડાના માનવી સુધી સરકાર પહોંચી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ વિકસિત ભારત યાત્રા દ્વારા લોકોને ઘર સુધી લાભ આપવાના કાર્યો કર્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા પણ સુવિધા ઘર આંગણે પહોંચાડી શકાય એ રીતે આજે સયાજીગંજના ગોરવા વિસ્તારની અંદર નવીન જનસેવા કેન્દ્રની શરૂઆત તલાટી ઓફિસ ખાતે કરવામાં આવી છે. અહીં બધી જ પ્રકારની જન સેવા લક્ષી સુવિધાઓ એટલે કે રેશનકાર્ડ નવા બનાવવા, રેશનકાર્ડમાં સુધારા, રેશનકાર્ડ માં નામ કમી કરવા, રેશન કાર્ડમાં નવા નામ નોંધાવાથી લઈને ડુપ્લીકેટ રેશનકાર્ડ, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ હોય કે વિધવા પેન્શન, સીનીયર સીટીઝન કાર્ડ હોય આ તમામમાં જરૂરી ડોક્યુમેન્ટ તમામ પત્રો આ જગ્યા પરથી એટલે કે જે મામલતદાર કચેરી જે મુખ્ય છે એમાં થતી ૯૦ ટકા કામગીરી આ જગ્યા પર નવીન જન સેવા કેન્દ્રમાં શરૂ કરવામાં આવી છે. આ તબક્કે કલેક્ટર અને એમની સમગ્ર ટીમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર માટે છેલ્લા ૬ મહિનાથી સતત રોકડીયા માંગણી કરતા હતા. ગોરવા, સુભાનપુરા – લક્ષ્મીપુરા સુધીનો ભાગ, ઊંડેરા, કરોળિયા, રિફાઇનરી રોડ વિસ્તારના નાગરિકોને સમા મામલતદાર સુધી ધક્કો પડતો હતો. જેમાં એક પુરાવો ના હોય, અધિકારીની ઉપલબ્ધ ના હોય અથવા તો કોઈ એક સહી ધક્કા પડતા હતા ત્યારે જ્યારે ગોરવાની અંદર આ સુવિધા મળી છે. ત્યારે પેટ્રોલની પણ બચત થવાની છે, નાગરિકોના સમયની પણ બચત થવાની છે, જયારે ડોર સ્ટેપ સુધી સરકાર પહોંચી રહી છે જે સરકારનો અભિગમ છે એ ફળીભૂત થયો છે. આ કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટર મીનાબેન ચૌહાણ, રીટાબેન આચાર્ય, મહાલક્ષ્મીબેન શેટીયાર, રાજેશભાઈ પ્રજાપતિ, નરસિંહભાઈ ચૌહાણ, વોર્ડ પ્રમુખ, વોર્ડના મહામંત્રી, કાર્યકર્તાઓ, નાગરિકો, તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિતીમાં જનસેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વડોદરાના કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો સતત લોકોને વધુને વધુ સુવિધા પૂરી પાડવાનો અભિગમ રહ્યો છે. જેથી ડોર સ્ટેપ સુધી સુવિધા મળી રહે. જે સંદર્ભે સયાજીગંજ વિસ્તાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા વારંવાર ધ્યાને મુકવામાં આવ્યું હતું કે જો એક જનસેવા કેન્દ્ર ગોરવા વિસ્તારમાં આપવામાં આવે તો આજુબાજુ જે રહે છે તેને દૂર સુધી બીજા અન્ય કોઈ જનસેવા કેન્દ્ર પર પવામાંથી અને તેના કારણે સમય પેટ્રોલ રીક્ષા ભાડા જેવી મુશ્કેલીઓમાંથી નગરજનોને મુક્તિ મળી શકે. ધારાસભ્યના પ્રયત્નો અને અમારી સમક્ષ રજૂઆત ધ્યાનમાં લઇ GILની કનેક્ટિવિટી માટે જરૂરી પરવાનગી મળતા ઝડપ થી કનેક્ટિવિટી આપી છે. જેથી ધારાસભ્યના પ્રત્યનો ફળીભૂત થયા છે.

Most Popular

To Top