Vadodara

ગોરવાના હનુમાનજી મંદિરને તોડી પાડવાની હિલચાલ સામે વિરોધ

હિન્દુ મંદિરો દૂર કરવા નોટિસ અપાતા ભકતોનો રોષ

હિન્દુ સંગઠનો દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસાનું રટણ

વડોદરા શહેરના ગોરવા પંચવટી પાસે આવેલા હનુમાનજી મંદિર ને પાલિકા દ્વારા હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેને લઈને સ્થાનિકો , હિન્દુ સંગઠનો તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો મંદિર પાસે પહોંચી પાલિકાની નોટિસ નો વિરોધ કરતા રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ રોડ પર કરવાના શરું કર્યા હતા. જોતજોતામાં અસંખ્ય લોકો આ રામ ધૂનમાં જોડાયા હતા અને આખો રોડ લોકો થી ભરાઈ ગયો હતો .જેને લઇને વાહન વ્યવહાર પણ ખોટકાયો હતો. અને વાહનો ની લાંબી લાઈનો પણ પડી ગઈ હતી.

આ પહેલા હિન્દુ મંદિરો દૂર કરવાની નોટિસ આપવામાં આવતા વડોદરામાં આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુજરાતના વિવિધ શહેરોમાં હિન્દુ મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. જેના કારણે હિન્દૂ સંગઠનોની લાગણી દુભાતા સરકારના આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગદળ જેવા હિન્દૂ સંગઠનો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસ અગઉ વડોદરા ખાતે પણ ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આવેદન આપી ઉગ્ર વિરોધની ચીમકી આપી હતી.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ રજુઆત ન સાંભળતાં આખરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંડવી ખાતે મેલડી માતાજીને આવેદન આપીને સરકાર સામે વિરોધ પ્રદાશન પણ કર્યુ હતું.

Most Popular

To Top