વડોદરા, તા.20
હરણી બોટ કાંડની ઘટનાને ત્રણ મહિના પૂર્ણ થયા છે.ત્યારે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થયા છે ત્યારે 20 પૈકી બે આરોપીઓ એવા ગોપાલ શાહ અને જતીન દોશી એ જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે જામીન અરજી મુલતવી રાખી હતી.
હરણી બોટકાંડ માં પોલીસ દ્વારા થોડા જ દિવસોમાં જવાબદાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 20 જેટલા આરોપીને ઝડપ્યા બાદ ગતગત તા. ૧૬ એપ્રિલે જ્યારે ગોપાલ શાહ દ્વારા જ્યારે જતિન દોશીએ ગત તા. ૧૨ એપ્રિલે જામીન અરજી કરી હતી. જેની આજે સુનાવણી હતી પરંતુ હરણી બોટ કાંડ માટેના રિમાન્ડથી માંડીને તમામ કાર્યવાહી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના જજ ઇટાલીયાની કોર્ટમાં ચાલી છે ત્યારે આજે અન્ય કોર્ટમાં આ સુનાવણી ચાલતા કોર્ટે આ જામીન અરજી મુલતવી રાખી હતી.