Dahod

ગોધરા-દાહોદ ખંડમાં કાંસુડી અને પીપલોદ સ્ટેશનો વચ્ચેના આશરે ૨૮ કિમીમાં સ્વયં સંચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાલી કાર્યરત થઈ

દાહોદ:

પશ્ચિમ રેલ્વેના રતલામ મંડળના ગોધરા-દાહોદ ખંડમાં કાંસુડી અને પીપલોદ સ્ટેશનો વચ્ચેના આશરે ૨૮ કિમીમાં ૨૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વયં સંચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાલી કાર્યરત કરી છે. રતલામ મંડળે આ સ્વયં સંચાલિત બ્લોક સિગ્નલિંગ વ્યવસ્થા લાગુ કરીને રેલ્વે ટ્રાફિકની સલામતી, સુરક્ષા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.



ગોધરા-દાહોદ ખંડના કાંસુડી, ચંચેલાવ, સંતરોડ અને પીપલોદ સ્ટેશનો વચ્ચેના આશરે ૨૮ કીમીમાં સ્વયં સંચાલિત બ્લોક સિગ્નલીંગ પ્રણાલી શરૂ થવાથી, ટ્રેનોની અવરજવરને સ્વયં સંચાલિત રીતે નિયંત્રિત કરીને ટક્કરનું જાેખમ ઘટાડી શકાય છે. આ સાથે ટ્રેનો વચ્ચેનું અંતર ઘટાડીને સલામતી, કાર્યક્ષમતા અને ક્ષમતામાં વધારો થાય છે. આ પ્રણાલી એક જ વિભાગમાં વધુ ટ્રેનો ચલાવવાની મંજુરી આપે છે. જેનાથી એકંદર ક્ષમતા વધે છે અને વધતી જતી પરિવહન માંગને પહોંચી શકાય છે. આ પ્રણાલી ટ્રેનોને સ્ટેશનોથી સમયસર રવાના થઈ શકશે. રતલામ મંડળે એક સાથે ૨૮ કિમીમાં સ્વયંસંચાલીત બ્લોક સિગ્નલિંગ પ્રણાલી લાગુ કરીને પ્રશ્ચિમ રેલ્વેમાં એક જ સમયે શરૂ કરવામાં આવેલો સૌથી લાંબો સ્વયંસંચાલિત બ્લોક સિગ્નલિંગ વિભાગ બનાવ્યો છે. કાંસુડી અને પીપલોદ સ્ટેશનો વચ્ચેની સ્વયંસંચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાલી ૧૦૦% ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી છે. જેમાં પાવર સપ્લાય અને અન્ય સંસાધનોની ઉત્તમ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી ે. આનાથી રેલ્વે ટ્રાફિક સુરક્ષિત અને અવરોધ વિના ચાલતો રહેશે. રતલામ મંડળમાં નાગદાથી ગોધરા વચ્ચે સ્વયંસંચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાલી લાગુ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮ કિલોમીટરનો વિભાગ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બાકીના વિભાગોમાં પણ ટુંક સમયમાં કાર્યરત કરાશે.

——————————————-

Most Popular

To Top