*રાત્રે પોલીસના કાફલાઓ વચ્ચે આરોપીઓના લોહી, પેશાબ, સિમેન સહિતના સેમ્પલ લેવામાં આવ્યા*
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
તાજેતરમાં જ વડોદરા શહેરને શર્મશાર કરતી ઘટના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં બની હતી. જેમાં સોળ વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં બેઠી હતી ત્યારે પાંચ લોકો બે મોટરસાયકલ પર ધસી આવ્યા હતા .જેમાંથી ત્રણ નરાધમોએ સગીરા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો આ તમામ વિધર્મી આરોપીઓના પોલીસે અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ ની માગણી કરી હતી. પરંતુ દૂષક્રમીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે .ત્યારે રાત્રે ગોત્રી જી એમ ઇ આર.એસ હોસ્પિટલમાં પાંચેય આરોપીઓને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યા હતા અને આરોપીઓના લોહી, પેશાબ, સિમેન સહિતના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણ મુખ્ય બળાત્કારીઓના સિમેન સહિતના નમૂના લેવામાં આવ્યા હતા દરમિયાન એક આરોપીને મુમતાઝ બનજારાનુ સિમેન મેળવવામાં સમય લાગતા તેને કેળાં ખવડાવ્યા હતા ત્યારબાદ તેનું સિમેન લેવામાં સફળતા મળી હતી. ત્યારબાદ આરોપીઓના ઇસીજી, બ્લડપ્રેશર, એક્સ-રે, ની તપાસ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ગરબા સમયે આ કામગીરી કરવાનું નક્કી કરાયું હતું જેથી હોસ્પિટલમાં ભીડભાડ ન થાય કે તપાસ લેવામાં કોઇ ખલેલ ન પડે.
ગોત્રી હોસ્પિટલમાં દુષ્કર્મના પાંચેય આરોપીના મેડિકલ ચેકઅપ કરાવાયા
By
Posted on