પ્રતિનિધિ વડોદરા તા. 21
વડોદરા શહેરનાં ગોત્રી વિસ્તારમાં સી.એસ. જ્વેલર્સ નામની દુકાનમાંથી સોના ચાંદીનાં ₹ 12 લાખની કિંમતના દાગીના નજર ચૂકવી ગઠીયો રફૂચક્કર થઈ ગયો હતો. દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક ઈસમે ખરીદી માટે દાગીના જોવા માંગ્યા હતા. જે દુકાન માલિક દ્વારા ટેબલ પર મૂકવામાં આવ્યા હતા. વધારાના દાગીના જોવા માગતા દુકાન માલિકે બોક્સમાં મુકેલા દાગીના બહાર કાઢ્યા હતા અને તે જ દરમિયાન હાથ નાખીને સોના ના દાગીના નજર ચૂકવી ખિસ્સામાં મૂકી દીધા હતા.
જે અંગે દુકાન માલિક દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરતા ગ્રાહક બનીને આવેલા ગઠિયાએ ચોરી કર્યાની જાણ થઈ હતી. દુકાન માલિક દ્વારા આ બાબતની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી પરંતુ પોલીસ દ્વારા આજ દિન સુધી ફરિયાદ દાખલ કરી નથી તેવું જાણવા મળી રહ્યું છે.
ગોત્રી વિસ્તારમાં સી.એસ જવેલર્સ દુકાનમાંથી ₹12 લાખના દાગીનાની ચોરી થઇ, ચોર સીસીટીવી કેમેરામાં કેદ
By
Posted on