Vadodara

ગોત્રી વિસ્તારમાં ગરમીના કારણે રોડ ઉપરનો  ડામર પીગળ્યો

રાહદારીઓના બુટ ચંપલ પણ પીગળેલા ડામરમાં ચોંટી ગયા

ધોમધખતા તાપમાં રસ્તા ઉપર  પાથરેલો ડામર પણ પીગળવાની  ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં તાજેતરમાં જ નવા બનાવેલા રોડ ઉપરનો ડામર પીગળી જતા વાહનચાલકો તેમજ રાહદારીઓએ હાલાકી વેઠવી પડી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર વિશ્વ પર વર્તાઈ રહી છે. એક તરફ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અને બીજી તરફ જંગલોનું નિકંદન થઇ રહ્યું છે ત્યારે આ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમીની અનુભૂતિ થઇ થઇ રહી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશન તરફ જવાના માર્ગને નવો બનાવવામાં આવ્યો છે  પરંતુ હાલમાં ગરમીનો પારો સતત ઊંચો ચઢી રહ્યો છે અને તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું છે ત્યારે રોડ ઉપરનો ડામર પણ પીગળવા માંડ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી અને રાહદારીઓને બુટ ચપ્પલ પણ ચોંટી જતા હોવાની ઘટનાઓ જોવા મળી હતી.

Most Popular

To Top